’72 કલાકમાં ગુનેગારોનું એન્કાઉન્ટર કરો, નહીં તો….’, સુખદેવસિંહ ગોગામેડીની પત્નીની ચેતવણી

Sukhdev Singh Gogamedi Murder Case: રાજસ્થાનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi) ની હત્યા બાદ તેમના સમર્થકોમાં આક્રોશ જોવા…

gujarattak
follow google news

Sukhdev Singh Gogamedi Murder Case: રાજસ્થાનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi) ની હત્યા બાદ તેમના સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં સ્થિતિ ભારે તંગ છે. સુખદેવસિંહના સમર્થકોની એક જ માંગ છે કે હત્યારાઓનું એન્કાઉન્ટર કરવામાં આવે. હવે સુખદેવસિંહ ગોગામેડીના પત્ની શીલા શેખાવતે કહ્યું છે કે, જો રાજસ્થાન પોલીસ હત્યારાઓનું એન્કાઉન્ટર નહીં કરે તો સ્થિતિ બગડી જશે. તેમણે કહ્યું છે કે, જો હું એક અવાજ ઉઠાવીશ તો સ્થિતિ બગડી જશે. તેથી 72 કલાકમાં આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવે, નહીં તો સમગ્ર દેશમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

‘પહેલી અને છેલ્લી માંગ- એન્કાઉન્ટર’

તાજેતરમાં જ શીલા શેખાવતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘એક સિંહને ઘરમાં ઘુસીને દગો કરીને માર્યો છે. અમારે ન્યાય જોઈએ છે. ગુનેગારોનું એન્કાઉન્ટર થવું જોઈએ, આ સિવાય મારી કોઈ માંગ નથી. મારી પહેલી અને છેલ્લી માંગ એન્કાઉન્ટર જ છે. જો અમારી માંગ સાંભળવામાં આવે તો ઠીક છે નહીં તો અમને અમારી રીતે સમજાવતા આવડે છે. પહેલા મારા પતિએ સમજાવ્યું હતું. હવે હું સમજાવીશ.

અમે ઘણીવાર માંગી હતી સુરક્ષાઃ શીલા શેખાવત

તેમણે કહ્યું કે, મેં ઘણીવાર વહીવટી તંત્ર પાસે સુરક્ષાની માંગ કરી હતી. સુરક્ષાની માંગને લઈને અમે વર્ષ 2016માં આંદોલનો પણ કર્યા હતા, છતાં સરકારે અમારી વાત ન સાંભળી. આ મામલે સરકારે આંખ આડા કાન કરી દીધા હતા. જો સરકાર તરફથી સુરક્ષા આપવામાં આવી હોત, તો આ હત્યા ન થાત.

‘મોટા-મોટા લોકો છે સામેલ’

શીલા શેખાવતે કહ્યું કે, હું રાજનીતિ વિશે નથી જાણતી, પરંતુ આ એક ષડયંત્ર છે, જેમાં મોટા-મોટા લોકો સામેલ છે. જે દિવસે આની ઉપરથી પડદો ઉઠશે તે દિવસે બધું સામે આવી જશે. શીલા શેખાવતે કહ્યું કે, અત્યાર સુધી મારા પતિ સુખદેવ સિંહ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના માધ્યમથી ગરીબોનો સાથ આપતા હતા, હવે હું કરણી સેનાના માધ્યમથી તેમના સુખ-દુઃખમાં તેમની સાથે ઉભી રહીશ.

5 ડિસેમ્બરે થઈ હતી સુખદેવસિંહની હત્યા

તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યારાઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. તે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. જ્યારે બીજાનું નામ નીતિન ફૌજી છે. તે હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. હાલ બંને ફરાર છે. બંનેએ 5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી હતી.

    follow whatsapp