નિર્દયતાઃ બાળકીનો રેપ કરી હત્યા, 10 ટુકડા કરી ખંડેરમાં ફેકી દીધા

રાજસ્થાનઃ ઉદેપુર જિલ્લાના માવલી ખાતે 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને તેની કરપીણ હત્યા કરી નાખ્યાની ઘટના બની છે. હત્યારાએ હત્યા એટલી ઘાતકી કરી હતી…

gujarattak
follow google news

રાજસ્થાનઃ ઉદેપુર જિલ્લાના માવલી ખાતે 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને તેની કરપીણ હત્યા કરી નાખ્યાની ઘટના બની છે. હત્યારાએ હત્યા એટલી ઘાતકી કરી હતી કે બાળકીના દસ ટુકડા કરતા પણ તેના હાથ કાંપ્યા ન હતા. તેણે બાળકીના દસ ટુકડા કરીને એક ખંડેરમાં નાખી દીધા હતા. જોકે લાશ મળ્યાની જાણકારી મળતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બાળકીની લાશના ટુકડા એક્ઠા કર્યા અને પછી તેને હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા. પોલીસનું કહેવું છે કે, 29 માર્ચે ઉદયપુર જિલ્લાના એક ગામમાં રહેતી આદિવાસી પરિવારની એક દીકરી કે જેની ઉંમર માત્ર 9 જ વર્ષની હતી તેના અપહરણનો ગુનો નોંધાયો હતો. જ્યારે આજે તેની લાશ મળી આવી હતી.

ઘેલછા! કેનેડાથી અમેરિકામાં ઘુસવા જતા ચૌધરી પરિવાર 4 સભ્યો ડુબ્યા, 3 ના મૃતદેહો મળ્યા

કેમ કરી બાળકીની હત્યા?
ઉદેપુર જિલ્લા પોલીસ વડા વિકાસ શર્માએ કહ્યું કે, ગત 29મીએ બાળકીના અપહરણનો ગુનો નોંધાયો હતો. શનિવારે દૂર એક ખંડેર ઘરમાંથી આ બાળકીની લાશના ટુકડાઓ મળી આવ્યા હતા. ઘટનાની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે તેના નજીકમાં રહેતા કમલેશ નામના શખ્સે તેના પર કથિત રીતે દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી હતી. હાલ કમલેશને ઝડપી પડાયો છે. તેની ધરપકડ પણ કરવામાં આવી છે. તેણે લાલચ આપીને તેણીને બોલાવી હતી અને તેના પર દુષ્કર્મ કર્યા પછી તેને લાગ્યું કે બાળકી બધાને કહી દેશે. તેવી બીક લાગતા તેણે તેની હત્યા કરી નાખી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp