રાજસ્થાન દેશનું બીજું સૌથી મોટું દેવામાં ડુબેલું રાજ્ય, નવી જાહેરાતોના કારણે થશે પાયમાલ?

નવી દિલ્હી : ચૂંટણી પહેલા વોટર્સને લોભાવવા માટે યોજનાઓ દ્વારા પૈસા વહાવાઇ રહ્યા છે. રાજસ્થાનમાં આ ત્રિમાસિક એટલે કે એપ્રીલથી ઓગસ્ટ સુધી સરકાર 12,288 કરોડ…

Rajasthan Election 2023

Rajasthan Election 2023

follow google news

નવી દિલ્હી : ચૂંટણી પહેલા વોટર્સને લોભાવવા માટે યોજનાઓ દ્વારા પૈસા વહાવાઇ રહ્યા છે. રાજસ્થાનમાં આ ત્રિમાસિક એટલે કે એપ્રીલથી ઓગસ્ટ સુધી સરકાર 12,288 કરોડ રૂપિયાની લોન લઇ ચુકી છે. જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બરમાં 14 હજાર કરોડ રૂપિયાની લોન લેશે. જો RBI ની રિપોર્ટની વાત કરીએ તો 2022-23 દરમિયાન રાજસ્થાનનું દેવું વધીને 5,37,013 કરોડ રૂપિયા થઇ ચુક્યા છે.

નાગરિકોને લલચાવવામાં પક્ષો રાજ્યોને દેવાળીયા કરી દેશે?

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી આયોજીત થવાની છે. સત્તાના શિખર સુધી પહોંચવા માટે રાજનીતિક પાર્ટીઓ પુરા દમખમ લગાવી રહી છે. રાજસ્થાન સરકાર જ્યાં એક બાદ એક જાહેરાત કરી રહી છે, બીજી તરફ ભાજપ પણ વોટર્સને લોભાવવા માટે કોઇ કસર નથી છોડી રહ્યા. એવામાં સવાલ છે કે, આ યોજનાઓને પુર્ણ કરવા માટેના પૈસા ક્યાંથી આવશે? જો સરકાર દેવું પણ લે છે તો તેને ચુકવવા માટે કઇ પદ્ધતી અખતિયાર કરવામાં આવશે.

ચૂંટણી પહેલા વોટર્સને લલચાવવામાં તમામ પક્ષો વચ્ચે હોડ

ચૂંટણી પહેલા વોટર્સને લોભાવવા માટે યોજનાઓ દ્વારા પૈસા વહાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં આ ત્રિમાસીક એટલે કે એપ્રીલથી ઓગસ્ટ સુધી સરકાર 12,288 કરોડનું દેવું લઇ ચુકી છે, જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બરમાં 14000 કરોડનું વધારે દેવું લેશે. RBI ના રિપોર્ટ અનુસાર 2022-23 દરમિયન રાજસ્થાનનું દેવું વધીને 5,37,013 કરોડ થઇ ગયું છે. જે એક વર્ષ પહેલા 4,58,089 કરોડ હતું. રાજસ્થાન સરકાર પણ બોન્ડ બજારમાં જઇ રહી છે. પંબાજ બાદથી આ પ્રદેશ દેશમાં સૌથી વધારે દેવામાં ડુબેલું છે. આ ચૂંટણી માટે કરાયેલી જાહેરાતોનું પણ દબાણ છે.

ક્યાં ખર્ચ થઇ રહ્યા છે પૈસા ?

વોટર્સને લોભાવવા માટે રાજ્ય સરકાર ફ્રી બી યોજનાઓ જેને સામાજિક ન્યાયની યોજનાઓ જણાવી રહી છે, તેમના પર ખુબ જ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. ગત્ત 6 મહિનામાં અડધો ડઝન મોટી યોજનાઓમાં ખુબ જ સારા પૈસા વહેચવામાં આવી રહ્યા છે.

1. રાજસ્થાન સરકાર દ્વારા મુખ્યમંત્રી અન્નપુર્ણ ફૂટ પેકેજ યોજના દ્વારા લગભગ 1.10 કરોડ લોકોને લાભ આપવાની યોજના છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત આવનારા પરિવાર આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજવામાં લાભાર્થીને એખ સીલબંધ પેકેટમાં એક કિલો દાળ, એક કીલો ખાંડ, એક કિલો મીઠું,100 ગ્રામ મરચું, 100 ગ્રામ ધાણાજીરું, 50 ગ્રામ હળદરની સાથે એક લીટર રિફાઇન્ડ તેલ અપાઇ રહ્યું છે. આ યોજના માટે સરકાર વાર્ષિક 4500 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

2. મુખ્યમંત્રી ડિજિટલ સેવા યોજના 2023 હેઠળ ચિરંજીવી પરિવારની મહિલાઓને સરકાર તરફથી સ્માર્ટફોન નિ: શુલ્ક આપવામાં આવશે. આ યોજનાનો લાભ 1.35 કરોડ મહિલાઓને ણળશે. મોબાઇલ ફોન માટે કોઇ પૈસા નહી લાગે. આ યોજના રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. ફ્રી મોબાઇલ યોજના 2023 હેઠળ સ્માર્ટફોનની સાથે 3 વર્ષનો ડેટા અને કોલિંગ પણ મફત મળશે. સરકાર દ્વારા યોજનાનો લાભ ચિરંજીવી પરિવાર મહિલા મુખિયાઓને આપવામા આવશે. યોજનાનું બજેટ 1200 કરોડ રૂપિયા છે.

3. રાજ્યમાં ગ્રિડ સાથે જોડાયેલા 1 કરોડ કરતા વધારે ગ્રાહકોને કોંગ્રેસ સરકારે બજેટ જાહેરાત અનુરૂપ રાજસ્થાનમાં 1 જુનથી પ્રત્યેક ઘરને દર મહિને 100 યુનિટ વિજળી મફત આપી રહ્યા છે. આ યોજનાથી રાજ્યના ખજાના પર વાર્ષિક 7 હજાર કરોડ રૂપિયાનો બોઝ પડી રહ્યો છે.

4. રાજસ્થાન સરકારે આ વર્ષે વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધાવસ્થા પેંશન વધારવાની જાહેરાત કરી છે. આ પેંશન યોજના પ્રતિ વર્ષ 15 ટકાનો વદારો થશે. વધેલા પેંશથી વાર્ષિક 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેમાં કેન્દ્ર સરકારનું યોગદાન લગભગ 367 કરોડ રૂપિયા થશે.

5. રાજસ્થાન સરકારે આ વર્ષે ઉજ્જવલા યોજના હેઠળ 76 લાખ પરિવારોને કવર કરતા ગ્રાહકો માટે 500 રૂપિયા પ્રતિ યૂનિટ એલપીજી સિલિન્ડરની જાહેરાત કરી. તેમાં સરકાર પર પ્રતિ વર્ષ 750 કરોડ રૂપિયાનો સરેરાશ બોઝ વધશે.

એક તરફ ભજાપના વરિષ્ઠ ધારાસભ્ય નરપતસિંહ રાજીવે કહ્યું કે, રાજસ્થાન દેવાની જાળમાં ફસાઇ ચુક્યું છે આખરે તેની અસર ગરીબો પર જ પડશે. બીજી તરફ રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપસિંહે કહ્યું કે, આ દેવું અમે લઇએ તો પરત પણ આપવું જ પડશે.

    follow whatsapp