આવું ભાગ્યે જ જોવા મળશેઃ એક મંચ પરથી PM મોદી અને CM ગેહલોતના એકબીજાને મહેણાં

રાજસ્થાનઃ રાજસ્થાનમાં નાથદ્વારા ખાતે એક જ મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક બીજાને કટાક્ષ કર્યા હતા. એક જ સ્ટેજ પર બંને…

gujarattak
follow google news

રાજસ્થાનઃ રાજસ્થાનમાં નાથદ્વારા ખાતે એક જ મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક બીજાને કટાક્ષ કર્યા હતા. એક જ સ્ટેજ પર બંને પક્ષોની શાબ્દિક ટપાટપી થતી હોય છે તેવો ઘાટ અહીં ઘડાયો હતો. સમારોહ એક તરફ રહી ગયો હતો અને લોકો વચ્ચે બંને નેતાઓના વાકબાણોની ચર્ચાઓ ચાલી હતી. એક તરફ અશોક ગેહલોતે રાજસ્થા રોડ રસ્તાના મામલામાં ગુજરાત કરતાં આગળ નીકળી ગયાની વાત કરી છે તો બીજી તરફ વડાપ્રધાને દેશમાં સારી વસ્તુઓ બનતી કેટલાક લોકો જોવા નથી માગતા તેવું કહી વળતો પ્રહાર કર્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.

મોદીએ ઈશારો કરી લોકોને શાંત કર્યા
રાજસ્થાનના નાથદ્વારા ખાતે રેલવે લાઈન સહિતના 5 હજાર કરોડના પ્રોજેક્ટ્સનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. નાથદ્વારા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અશોક ગેહલોત આ કાર્યક્રમને પગલે એક સ્ટેજ પર આવ્યા હતા. દરમિયાન એક તરફ જ્યારે ગેહલોત સ્ટેજ પર પહોંચ્યા ત્યારે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. ત્યારે વડાપ્રધાને લોકોને શાંત થવા હાથનો ઈશારો પણ કરવો પડ્યો હતો.

નામ લીધા વગર ગેહલોતનું ભાજપ અને મોદી પર મહેણું
એક તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા અશોક ગેહલોતે ભાજપને વડાપ્રધાનની હાજરીમાં જ ટોંણો માર્યો હતો કે, ગુજરાતના રોડ રસ્તા સાથે એક સમયે રાજસ્થાન કોમ્પિટિશનમાં હતું. હવે રાજસ્થાન રોડ રસ્તાના મામલામાં ગુજરાત કરતા પણ આગળ જતુ રહ્યું છે. ગેહલોતે કહ્યું કે, રાજસ્થાન યોજાનાઓમાં પાણી અને વીજળી પહોંચાડે છે. અમે હાઈવે અને રોડ બનાવી રહ્યા છીએ. પહેલા આપણે ગુજરાત સાથે હરિફાઈ કરતા હતા, હવે તો આપણે ગુજરાત કરતા પણ આગળ વધી ગયા છીએ.

નવીન-ઉલ-હકે પોસ્ટ કરી આવી હરકતોઃ કોહલી આઉટ થતા સેલેબ્રેશન…!

આ તરફ નરેન્દ્ર મોદીએ માર્યું આવું મહેણું
એક તરફ રાજસ્થાનમાં ગુજરાત અંગે વાત કરીને સીએમ ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુખતી નસ પર હાથ મુક્યો હતો. ત્યાં નરેન્દ્ર મોદીએ પણ મહેણું મારવામાં પાછી પાની કરી ન્હોતી. તેમણે કહ્યું કે કેટલાક લોકોને દેશમાં કેટલાક લોકો એવી વિકૃત વિચારધારાનો શિકાર થઈ ગયા છે કે, દેશમાં સારી વસ્તુઓ બનતી જોવા જ નથી માગતા. તેમને ફક્ત વિવાદ કરવો જ સારો લાગે છે. લાખા વણઝારાને પણ તેમણે અહીં યાદ કરતા કહ્યું હતું કે, ગામમાં પાણીની ટાંકી બને, રોડ બને ચાર પાંચ વર્ષમાં નાના અને અપર્યાપ્ત લાગવા લાગે છે. રાજસ્થાન અને ગુજરાતના લોકોના મોંઢે લાખા વણઝારાનું નામ હંમેશા આવે છે. આપણ તેમની જ વાત કરીએ કે તેમણે પાણી માટે જીવન ખર્ચ કરી ચુક્યું. તળાવ, વાવ કોણે બનાવ્યું તો ગુજરાત અને રાજસ્થાનમાં લાખા વણઝારાનું નામ લેવાતું. આજે હાલત એવું છે કે આ જ લાખા વણઝારા ચૂંટણીમાં ઊભા રહે તો આ નકારાત્મક વિચાર વાળાઓ તેમને પણ હરાવવા મેદાનમાં આવશે.

    follow whatsapp