જયપુર : રાજસ્થાનના એક મહિલા કમિશ્નરે IAS પવન અરોડા પર સેક્સ રેકેટ ચલાવવા અને તેને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા અધિકારીએ કહ્યું કે, ગહલોત સરકારમાં મંત્રી શાંતિ ધારીવાલ પવન અરોડાનો બચાવ કરી રહ્યા છે. આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા પંચે સંજ્ઞાન લીધું છે. આ મુદ્દે તપાસ માટે અધ્યક્ષના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમ રાજસ્થાન જશે.
ADVERTISEMENT
રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા પણ આ મુદ્દે સંજ્ઞાન લીધું છે
રાષ્ટ્રીય મહિલા પંચને કોઇ મીડિયા રિપોર્ટ્સ મળ્યા, જેમાં રાજસ્થાનની એક મહિલા કમિશ્નરે આઇએએસ અધિકારી પવન અરોડા પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. મહિલા અધિકારીએ એવો પણ દાવો કર્યો છે કે, ગહલોત સરકારમાં મંત્રી શાંતિ ધારીવાલ પવન અરોડાનો બચાવ કરી રહ્યા છે. મહિલા અધિકારીએ કહ્યું કે, પવન અરોડા તેને પણ પરેશાન કરી રહ્યા છે.
પુજા મીણા પોતે પણ કમિશ્નર કક્ષાના અધિકારી છે
આરોપ રાજસ્થાનના ઝાલાવાડના નગર નિગમ કમિશ્નર પુજા મીણા દ્વારા લગાવવામાં આવ્યા છે. પુજા મીણાએ કહ્યું કે, તેમનું વારંવાર એટલા માટે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે અને હવે એપીઓ કરવામાં આવ્યું છે, કારણ કે તેમના રેકેટમાં સમાવેશ નહોતા થઇ રહ્યા. તેમણે કહ્યું કે, હાઉસિંગ બોર્ડના ચેરમેન પવન અરોડા સેક્સ રેકેટ ચલાવે છે. રાજસ્થાનના શહેરી વિકાસ મંત્રી શાંતિ ધારીવાલ તેમનો બચાવ કરી રહ્યા છે.
પવન અરોરા દ્વારા તાબે નહી થનાર અધિકારીને પરેશાન કરાય છે
મહિલા અધિકારીનો આરોપ છે કે, પવન અરોડા તેમને પરેશાન કરી રહ્યા છે. આ મુદ્દે મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ટીમ આ મુદ્દે તપાસ કરવા માટે રાજસ્થાન જશે. પંચે આ મુદ્દે નિષ્પક્ષ રીતે તપાસ કરવા માટે પોલીસ મહાનિર્દેશકને પણ ફરિયાદ કરી છે. પંચે કહ્યું કે, આ સાથે જ આ મુદ્દે કરવામાં આવેલી વિસ્તૃત કાર્યવાહી દ્વારા પંચને ચાર દિવસની અંદર અવગત કરાવવામાં આવવા જોઇએ.
ADVERTISEMENT