રાજસ્થાનમાં ગુજરાતીઓનો અકસ્માત: રોડ પર જુઓ ત્યાં વિખરાયેલી મૃતદેહો દેખાયા, સામે આવ્યા મૃતકોના નામ

Rajasthan Bus Accident: રાજસ્થાનના ભરતપુરમાં ભાવનગરથી મથુરા જતા યાત્રીઓની બસને અકસ્માત નડતા 11 ગુજરાતીઓના કરુણ મોત થઈ ગયા છે. તો હજુ 20 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત…

gujarattak
follow google news

Rajasthan Bus Accident: રાજસ્થાનના ભરતપુરમાં ભાવનગરથી મથુરા જતા યાત્રીઓની બસને અકસ્માત નડતા 11 ગુજરાતીઓના કરુણ મોત થઈ ગયા છે. તો હજુ 20 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ 11 લોકો ભાવનગરના છે. બસ અકસ્માત બાદના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદના ઈસ્કોન હાઈવે પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત જેવા વિચલિત કરી દેનારા દ્રશ્યો દેખાય છે. હાઈવે પર જ્યાં જુઓ ત્યાં વેરવિખેર હાલતમાં લાશો જોવા મળી રહી છે.

બસ ખરાબ થતા 10-12 યાત્રીઓ નીચે ઉતર્યા હતા

પોલીસ મુજબ, ભાવનગરથી મથુરા થઈને હરિદ્વાર બસ જઈ રહી હતી. દરમિયાન ભરતપુર-આગરા હાઈવે પર અચાનક બસની ડિઝલ પાઈપ ફાટી ગઈ. જે બાદ 10-12 યાત્રીઓ બસમાંથી નીચે ઉતર્યા હતા. જ્યારે ડ્રાઈવર અને તેના સાથી પાઈપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા જતા રહ્યા. ત્યારે જ પૂરપાટ આવતા ટ્રકે બસને ટક્કર મારી દીધી અને લોકોને કચડીને ત્યાંથી નીકળી ગઈ. ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ રોડ પર બેભાન પડેલા લોકોને જોઈને એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી.

અકસ્માતમાં મૃતકોના પરિજનોને 4 લાખની સહાય

    follow whatsapp