Assembly Elections 2023: 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે, આવી સ્થિતિમાં રાજકીય પક્ષોના હૃદયના ધબકારા વધી ગયા છે. આ ચૂંટણીમાં સૌથી રસપ્રદ મુકાબલો રાજસ્થાનમાં જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં રાજ અને રિવાજનો મુકાબલો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત આ વખતે રિવાજ બદલવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે ભાજપને વિશ્વાસ છે કે રાજસ્થાનની જનતાએ આ વખતે સરકારને બદલવા માટે મતદાન કર્યું છે. પરંતુ આ વખતે સવાલ એ પણ છે કે જો રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ હશે કારણ કે આ વખતે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા વગર મેદાનમાં ઉતરી છે, એટલે કે દરેક માટે મેદાન ખુલ્લું છે.
ADVERTISEMENT
રાજ્યપાલ સાથે કરી હતી મુલાકાત
ચૂંટણીના થોડા મહિના પહેલા જ એક્ટિવ થયેલા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મતદાન બાદ પણ સુપર એક્ટિવ છે. તેઓ પાર્ટી અને સંઘ નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યા છે. સાથે જ તેઓ જૂના સાથીઓને આકર્ષવાના પણ પ્રયાસો કરી રહ્યા છે. વસુંધરા રાજેએ શુક્રવારે રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે પણ મુલાકાત કરી હતી.
રાજસ્થાનમાં ભાજપનો ચહેરો કોણ?
વસુંધરા રાજેના આ રીતે એક્ટિવ થયા બાદ સવાલો પણ ઉઠી રહ્યા છે કે, શું ભાજપ વસુંધરા રાજેની મદદથી બળવાખોરો(પાર્ટીની ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડી રહેલા ઉમેદવારો)ને મનાવવા માંગે છે? શું ફરી એકવાર રાજસ્થાનમાં વસુંધરા રાજે જ ભાજપનો ચહેરો હશે? પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે કે આ વખતે પણ અપક્ષ ઉમેદવારોની ભૂમિકા મહત્વની રહેશે. રાજસ્થાનની 5 ડઝન સીટો પર અપક્ષ ઉમેદવારોએ પોતાની પાર્ટીના ઉમેદવારોની હાલત ખરાબ કરી દીધી હતી. ભાજપમાંથી ટિકિટ ન મળતા ભાજપના 32 નેતાઓ અપક્ષ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે, જ્યારે કોંગ્રેસના 22 નેતાઓ ચૂંટણીના મેદાનમાં છે, જેમાંથી ઘણા જીતી જાય તેવું લાગી રહ્યું છે.
વસુંધરા રાજેનો ગેમ પ્લાન
તેથી પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો ગેમ પ્લાન આ અપક્ષોને લઈને જ છે. આની પહેલી ઝલક ત્યારે જોવા મળી જ્યારે વસુંધરા રાજેએ સાંચોરના પૂર્વ ધારાસભ્ય જીવરામ ચૌધરીને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. સવાલ એ છે કે શું ભાજપ વસુંધરા રાજેની મદદથી બળવાખોરો (પાર્ટીની ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડી રહેલા ઉમેદવારો)ની વાપસીનો માર્ગ મોકળો કરી રહી છે કારણ કે તેની ઝલક ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જોવા મળી હતી. વસુંધરા રાજેએ તેમના સમર્થક ઉમેદવારો માટે પ્રચાર તો કર્યો, પરંતુ તેઓ તે સ્થળોએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવા ન ગયા, જ્યાં તેમના સમર્થકો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.
આ સમર્થકો લડી રહ્યા છે અપક્ષ ચૂંટણી
વસુંધરા રાજેના સમર્થકોની વાત કરીએ તો કૈલાશ મેઘવાલ ઘણી વખત મંત્રી અને સાંસદ રહી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ સાથે વિવાદ બાદ પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરી હતી, પરંતુ કૈલાશ મેઘવાલ આ વખતે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.
જ્યારે ભવાની સિંહ રાજાવત કોટાની લાડપુરા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે જ્યારે તેમની ટિકિટ કપાઈ ત્યારે તેમણે એક અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી અને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા.
તો યુનુસ ખાનને વસુંધરા રાજેના સૌથી નજીકના માનવામાં આવે છે. આ વખતે તેમને ડીડવાનાથી ટિકિટ ન મળી તેથી તેઓ બળવાખોરોની યાદીમાં સામેલ થઈ ગયા અને અપક્ષ ચૂંટણી લડ્યા.
અનિતા સિંહ નાગર પણ વસુંધરાની નજીક છે. પાર્ટીની ટિકિટ ન મળતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં છે.
તો ચિત્તોડગઢ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય ચંદ્રપાલ સિંહને પણ ટિકિટ ન મળતા અપક્ષ તરીકે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
અન્ય ઘણા ચહેરાઓ છે જેઓ આ વખતે અપક્ષ ચૂંટણી લડ્યા છે અને તેમની જીતવાની શક્યતાઓ પણ વધારે છે, એટલે કે જો વસુંધરા રાજે વિજેતા બળવાખોરોને મનાવી લે છે, તો ચોક્કસપણે તેમનું પલડુ ભારે રહેશે.
ADVERTISEMENT