Rajasthan Election 2023 Survey: રાજ્યમાં કઇ પાર્ટીની બનશે સરકાર? આ રહ્યો સૌથી સચોટ જવાબ

Rajasthan Election 2023 : આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી 2023 આયોજીત થવાની છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી પરત ફરી શકે છે. જ્યારે બીજી તરફ…

Rajasthan election 2023 result

Rajasthan election 2023 result

follow google news

Rajasthan Election 2023 : આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી 2023 આયોજીત થવાની છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી પરત ફરી શકે છે. જ્યારે બીજી તરફ ભાજપ સત્તામાં આવવાની આશા કરી રહી છે. રાજસ્થાનની જનતા કોના પર વિશ્વાસ મુકશે તે મોટો સવાલ છે. બીજી તરફ ABP દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. રાજસ્થાન વિધાનસભા ચુંટણી 2023 ના ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા સીટો છે.

ABP SEA Voter Survey અનુસાર રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આ સર્વે અનુસાર આ વખતે ચૂંટણીમાં વિપક્ષી ભાજપ સત્તામાં પરત ફરી શકે છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વર્ષના અંતમાં થનારી ચૂંટણીમાં ભાજપને 109-119 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 78-88 વચ્ચે સીટો મળશે. આ ઉપરાંત અન્ય દળોને 1-5 સીટો મળી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત ચૂંટણીમાં ભાજપે તમામ 200 સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા. જો કે તેઓ બહુમતીના આંકડા સુધી પહોંચી શક્યા નહોતા. જ્યારે કોંગ્રેસને 100 થી વધારે સીટો મળી હતી. બીજી તરફ વોટ પરસન્ટની વાત કરીએ તો પ્રદેશમાં ભાજપ બાજી મારતી જોવા મળી રહી છે. જેના અનુસાર ભાજપને 46 ટકા મત મળી શકે છે. જ્યારે કોંગ્રેસનો વોટ શેર 41 ટકા રહેવાનું અનુમાન છે. બીજી તરફ 13 ટકા વોટ અન્ય દળોના ખાતામાં જતા જોઇ શકાય છે.

બીજી તરફ આ સર્વેમાં ઓપિનિયન પોલનાં હાડૌતી રીઝનના અનુમાનમાં ભાજપ કોંગ્રેસથી આગળ નિકળી ચુકી છે. અહીં વિધાનસભાની 17 સીટોમાંથી ભાજપના ખાતામાં 9 થી 13 સીટો સુધી આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રિઝનથી વસુંધરા રાજે આવે છે. આ વિસ્તારમાં લાંબા સમયથી તેમનો પ્રભાવ રહ્યો છે. હાડ્રોતીમાં ભાજપને 53 ટકા અને કોંગ્રેસને 44 ટકા વોટ મળવાનું અનુમાન છે. જ્યારે અન્યના ખાતામાં 3 ટકા વોટ જઇ શકે છે. અહીંથી કોંગ્રેસને 4થી8 સીટોથી સંતોષ માનવો પડી શકે છે. અન્યના ખાતામાં 1 સીટ જઇ શકે છે.

    follow whatsapp