રાજસ્થાન: DSP એ મહિલાને નોકરીએ લગાવવાનું વચન આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું

જયપુર : રાજસ્થાન પોલીસના એક ઉચ્ચ અધિકારી વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મનો કેસ દાખલ કરાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, અધિકારીઓએ લગ્નનું વચન આપીને અને નોકરીની લાલચ…

gujarattak
follow google news

જયપુર : રાજસ્થાન પોલીસના એક ઉચ્ચ અધિકારી વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મનો કેસ દાખલ કરાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, અધિકારીઓએ લગ્નનું વચન આપીને અને નોકરીની લાલચ આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે અધિકારી પર મહિલાએ આરોપ લગાવ્યો છે તેનો હાલમાં જ સીઆઇથી ડીએસપી પદ પર પ્રમોશન થયું છે.

જયપુરના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
ઉલ્લેખનીય છે કે, જયપુરના વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોલીસ અધિકારીઓની વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ મુદ્દે વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનના અધિકારી વિરેન્દ્ર કુરીલે જણાવ્યું કે, મહિલા (26 વર્ષ) મુળરીતે ઝુંઝુનુની રહેવાસી છે. તેણે પોલીસ અધિકારી વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ લગાવીને કેસ દાખલ કરાવ્યો છે.

પીડિતા અને પોલીસ અધિકારી બંન્ને વિવાહિત હોવાનું સામે આવ્યું
મળતી માહિતી અનુસાર પીડિતા અને પોલીસ અધિકારી બંન્ને જ વિવાહિત હોવાનું સામે આવ્યું છે. બંન્ને સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા. પોલીસ આ મુદ્દે તમામ પાસાઓની ગહનતાથી તપાસ કરી રહ્યા છે. ઝુંઝુનુની રહેવાસી મહિલા વર્ષ 2021 માં પોલીસ અધિકારીના સંપર્કમાં આવ્યા હતા. તેના અનુસાર આરપીએસ અધિકારી જણાવીને રુતબો દેખાયો તેનો ફોન નંબર લીધો હતો. પછી બંન્ને વચ્ચે વાતચીત અને ચેટ શરૂ થઇ હતી. પોલીસ અધિકારી તેના છુટાછેટા થયાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ લગ્નનની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું. મહિલાએ પણ આરોપ લગાવ્યો છે કે, પોલીસ અધિકારીએ હોસ્પિટલમાં નોકરીએ લગાવવાનું વચન આપીને 40 તોલા સોનું પણ હડપી લીધું હતું.

    follow whatsapp