હિમાચલમાં વરસાદથી તબાહી: વૈશ્વિક ધરોહર શિમલા-કાલકા લાઇનને ભારે નુકસાન, જાણો 120 વર્ષ જુના ટ્રેકનો ઇતિહાસ

Himachal Rains : 14 દિવસમાં સોમવાર સુધી હિમાચલ પ્રદેશમાં સામાન્ય કરતા 140.20 મિમીની તુલનાએ 147.40 મિમી વરસાદ નોંધાયો છે. જે પાંચ ટકા કરતા પણ વધારે…

Kalka Shimla Railway line

Kalka Shimla Railway line

follow google news

Himachal Rains : 14 દિવસમાં સોમવાર સુધી હિમાચલ પ્રદેશમાં સામાન્ય કરતા 140.20 મિમીની તુલનાએ 147.40 મિમી વરસાદ નોંધાયો છે. જે પાંચ ટકા કરતા પણ વધારે છે. પ્રદેશમાં ભુસ્ખલન અને પુરના કારણે આ અઠવાડીયે અત્યાર સુધી લગભગ 60 લોકોના મોત થઇ ચુક્યા છે. આ આપદામાં આશરે 120 વર્ષ જુના શિમલા-કાલકા લાઇન ક્ષતીગ્રસ્ત થઇ ચુકી છે.

મુશળધાર વરસાદના કારણે 120 વર્ષ જુની શિમલા-કાલકા લાઇનને નુકસાન

હિમાચલ પ્રદેશમાં ગત્ત થોડા દિવસોથી ચાલી રહેલા મુશળધાર વરસાદના કારણે ભારે ક્ષતિથઇ છે. પ્રદેશમાં વરસાદનો કહેરમાં મરનારાઓની સંખ્યા બુધવારે 60 થઇ ચુકી છે. ભારે વરસાદ વચ્ચે શિમલાનું પ્રાચીન શિવ મંદિર પણ તુટી પડ્યું હતું. જેમાં એક ડઝન કરતા વધારે લોકોનાં જીવ ગયા. બીજી તરફ આશરે 120 વર્ષ જુનું શિમલા-કાલકા લાઇનને પણ નુકસાન પહોંચ્યું છે. નવેમ્બરમાં આ લાઇનને શરૂ થયેલા 120 વર્ષ થઇ જશે.

હિમાચલમાં વરસાદના કારણે ચોતરફ તબાહી

હિમાચલમાં ભારે વરસાદ અત્યાર સુધી કેટલું નુકસાન પહોંચ્યું છે? રાજ્યમાં ભારે વરસાદનું કારણ શું છે? આગળ હવામાન કેવું રહેશે? જે શિમલા-કાલકા લાઇનને નુકસાન પહોંચ્યું છે તેનો ઇતિહાસ શું છે? વરસાદમાં તુટી પડેલું શિવમંદિરની શું માન્યતા છે?

સૌથી પહેલા જાણો આખરે હિમાચલમાં શું થઇ રહ્યું છે?

હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ થઇ રહ્યો છે. ગત્ત ચાર દિવસમાં ભારે વરસાદમાં 157 ટકાના વધારાને કારણે વૃદ્ધીના કારણે સમગ્ર રાજ્યમાં ભારે ક્ષતિ થઇ છે. આ મહિનાના 14 દિવસમાં સોમવાર સુધી પ્રદેશમાં સામાન્ય સ્તર પર 140.20 મિમી ની તુલનાએ 147.40 મિમી વરસાદ નોંધાઇ છે, જે પાંચ ટકા વધારે છે. સોમવારે માત્ર 24 કલાકમાં કાંગડામાં 273 મિ.મી વરસાદ થઇ, જ્યારે સુજાનપુરમાં 254 મિમી, ધર્મશાળામાં 250 મિમી, જોગિંદરનગરમાં 175 મિમી, સુંદરનગરમાં 168 મિમી અને શિમલામાં 126 મિમી વરસાદ થયો. મંડીમાં 139.6 મિલીમિટર, શિમલા એઇઆરઓમાં 131.6 શિમલામાં 126 ડેલહાઉઝીમાં 83.0 અને બિલાસપુરમાં 80.2 મિમી વરસાદ નોંધાયો છે.

    follow whatsapp