મુંબઇ : મહારાષ્ટ્રમાં સતત પડી રહેલી વરસાદી આફતના કારણે સ્થિતિ ખુબ જ વિકટ બની છે. એક તરફ રાયગઢ જિલ્લાના ઇરશાલવાડી ગામમાં થયેલા ભુસ્ખલન સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અહીંના 119 ગ્રામીણો અંગે હજી સુધી કોઇ ભાળ મળી નથી. બીજી તરફ નાંદેડ જિલ્લાના 12 ગામોમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. બિલોલી તાલુકાના લગભગ 1000 લોકોને સુરક્ષીત સ્થળો પર સ્થાનાંતરિક કરી દીધા છે. અત્યાર સુધી એનડીઆરએફને અહીંથી 21 શબ મળી આવ્યા છે. તેમાં આજના 5 શબ અને કાલના 16 શબનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ભૂસ્ખલન સ્થળ પર સર્ચ ઓપરેશન
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઇરશાલવાડી ગામમાં બચાવ અને સર્ચ ઓપરેશન અભિયાન શુક્રવારે ફરીથી શરૂ થઇ ચુક્યું છે. આ દરમિયાન પાંચ લોકોના શબ મળી આવ્યા છે, ત્યાર બાદ ભૂસ્ખલનમાં મરનારાઓની સંખ્યા 21 થઇ ચુકી છે. સાથે જ અનેક લોકોએ તેમાં ફસાયેલા હોવાની આશંકા છે. ખરાબ હવામાનના કારણે એનડીઆરએફ કર્મચારીઓને ગુરૂવારે સાંજે ભુસ્ખલન સ્થળ પર પોતાની રાહત અને બચાવકામગીરી અટકાવવી પડી હતી.
ભુસ્ખલન બુધવારે રાત્રે 11 વાગ્યે મુંબઇથી લગભગ 80 કિલોમીટર તુર કિનારાના જિલ્લાની ખાલાપુર તાલુકા અંતર્ગત એક પહાડી ઢોળા પર આવેલા એક આદિવાસી ગામમાં બની હતી. અધિકારીએ જણાવ્યું કે, ગામમાં કુલ 228 નિવાસીઓમાંથી 21 ના શબ મળી આવ્યા છે, જ્યારે 93 નિવાસીઓની માહિતી મેળવવામાં આવી રહી છે. જો કે કુલ 119 ગ્રામીણો અંગે હજી સુધી માહિતી નથી મળી.
મળતી માહિતી અનુસાર જે લોકોની હજી સુધી માહિતી નથી મળી તેમાં તેમનો પણ સમાવેશ થાય છે. જે કોઇ લગ્નમાં અથવા તો ખેતીવાડીના કામ માટે બહાર ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ગામના લગભગ 50 ઘરોમાંથી 17 ભૂસ્ખલનના કારણે જમીન દોસ્ત થઇ ગયા.
અધિકારીઓએ કહ્યું કે, રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા દળ (NDRF) એ રાયગઢ પોલીસ અને સ્થાનિક અધિકારીઓની માહિતી સાથે સુદૂર ગામમાં બીજા દિવસે અભિયાન શરૂ કર્યું. રાયગઢના પોલીસ અધીક્ષક સોમનાથ ધરગેએ કહ્યું કે, સર્ચ ઓપરેશન સવારે 6.30 વાગ્યે શરૂ થયું છે.
ઘટના સ્થળ પર રાહત અને બચાવકામગીરી ક્ષેત્રના પહાડી વિસ્તારના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહાડી ક્ષેત્રથી ઇરશાલવાડી સુધી પહોંચવામાં લગભગ ડોઢ કલાકનો સમય લાગે છે, ત્યાં પાક્કો રસ્તો નથી. અધિકારીઓએ કહ્યું કે, જો કે ગામમાં પાક્કા રસ્તા નહી હોવાના કારણે માટી ખોદવાના મશીનો અને ખોદકામ કરનારાઓને સરળતાથી નથી લઇ જઇ શકાતા અને એટલા માટે કામ મેન્યુઅલ રીતે કરવામાં આવી રહ્યુ છે.
ADVERTISEMENT