નવી દિલ્હી : ઉત્તર ભારતના પહાડી રાજ્યમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ અને લેન્ડસ્લાઇડ જીવલેણ સાબિત થઇ રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં થયેલા લેન્ડ સ્લાઇડના કારણે આશરે 41 લોકોના જીવ ગયા. બીજી તરફ 9 લોકોનાં એક મંદિરના કાટમાળ નીચે દટાયેલા છે. ઉતરાખંડમાં પણ લેન્ડસલાઇડ અને વરસાદના કારણે ભારે તબાહી જોવા મળી રહી છે. ઉતરાખંડના ઋષીકેશમાં બે લોકોના ડુબવાના સમાચાર છે, જેમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે અને શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
હિમાચલમાં 24 કલાકથી સતત વરસાદ થઇ રહ્યો છે
હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં સતત 24 કલાકથી વરસાદ થઇ રહ્યો છે. સોલનમાં વાદળ ફાટવાથી એક જ પરિવારના સાત લોકોનાં મોત થઇ ચુક્યા છે. રવિવારે વાદળ ફાટવાના કારણે સોલાનમાં બે મકાન વહી ગયા હતા. આ ઘટનામાં 7 લોકોનાં મોત થયા હતા.જ્યારે 6 લોકોને રેસક્યુ કરવામાં આવ્યા હતા. સોલાન પોલીસ અધીક્ષક ગૌરવસિંહે જણાવ્યું કે, મૃતકોની ઓળખ હરનામ (38), કમલ કિશોર (35), હેમલતા (34), રાહુલ (14), નેહા (12), ગોલુ (8), રક્ષા (12) તરીખે થઇ છે.
હિમાચલમાં અસ્થાઇ મકાન પડી જતા 2 લોકોનાં મોત નિપજ્યાં
હિમાચલના બલેરા પંચાયત વિસ્તારમાં ભુસ્ખલનમાં અસ્થાઇ ઘર પડી જવાના કારણે બે બાળકોનાં મોત થઇ ચુક્યા છે. તેમાંથી એક બાળકનું શબ મળી આવ્યું છે. બીજી તરફ રામશહર તહસીલના બનાલ ગામમાં ભુસ્ખલનમાં એક મહિલાનું મોત થઇ ચુક્યું છે. મંડી જિલ્લાની સેઘલી પંચાયતમાં રવિવારે મોડી રાત્રે ભુસ્ખલનથી બે વર્ષના બાળક સહિત એક જ પરિવારના સાત સભ્યોના મોત થઇ ચુક્યા છે. બીજી તરફ આ ઘટનામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું
હિમાચલ પ્રદેશના અલગ અલગ સ્થળો પર ભારે વર્ષા અને ભુસ્ખલન સાથે થયેલી રાજનીતિ પરથી થયેલી જાનહાનીમાં ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, અત્યંત દુખદ છે. NDRF ની ટીમો સ્થાનિક તંત્રની સાથે રાહત તથા બચાવ કાર્યોમાં લાગી છે. શોક સંતપ્ત પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરૂ છું.
પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી
સતત વરસાદને જોતા હિમાચલ પ્રદેશ સરકારે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં આજે થનારી ક્લાસીસ અને તમામ પરીક્ષાઓને રદ્દ કરી દેવાઇ છે. રાજ્યની તમામ શાળા કોલેજોને બંધ રાખવા માટેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. સીએમ સુખવિંદર સિંહ સુક્ખુએ ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને જોતા નિર્ણય લીધો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કર્યું ટ્વીટ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં થયેલી આ ઘટનાઓ અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, હિમાચલ અને ઉતરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું છે. સ્થાનિક લોકો ખુબ જ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પહાડોમાં આવેલી ત્રાસદીમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
ADVERTISEMENT