નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લેતા રેલવેને રાહત આપતા કહ્યું કે, યાત્રા દરમિયાન કોઇ મુસાફરનો અંગત સામાન ચોરી થાય તો રેલવે તંત્ર તેના માટે જવાબદાર ન હોઇ શકે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની વેકેશન પીઠે ગ્રાહક સુરક્ષા ફોરમના ચુકાદાને રદ્દ કરતા કહ્યું કે, જો યાત્રી પોતાના સામાનની સુરક્ષા પોતે નથી કરી શકતો તો પછી તેના માટે રેલવેને કઇ રીતેજવાબદાર ઠેરવી શકાય? પોતાના સામાનની રક્ષા હંમેશા પોતાની જવાબદારી છે. તેના માટે રેલવે કોઇ પણ પ્રકારે જવાબદાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, યાત્રી પાસે એક લાખ રૂપિયા ચોરી થવી રેલવેની સેવામાં કોઇ બેદરકારી નથી.
ADVERTISEMENT
ગ્રાહક સુરક્ષા ફોરમમાં દાખલ થયેલીએક ફરિયાદ અનુસાર એક યાત્રી એક લાખ રૂપિયા પોતાની સાથે લઇને રેલવેમાં યાત્રા કરી રહ્યો હતો. ટ્રેનમાં યાત્રા દરમિયાન યાત્રીની પાસે રહેલી રકમ લાખ રૂપિયાથી ભરેલી બેગ ચોરી થઇ ગઇ. યાત્રીએ આ રકમ પોતાના કમરના બેલ્ટની ચારેતરફ લપેટેલી હતી. જો કે આ પૈસાની પણ કોઇ વ્યક્તિએ ચોરી કરી લીધી હતી.
જેના પગલે યાત્રીએ રેલવેની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી. જે અંગે સુનાવણી કરતા ગ્રાહક ફોરમે ફરિયાદીને એક લાખ રૂપિયા ચુકવવા માટે રેલવે વિભાગને આદેશ આપ્યો હતો. જો કે આ અંગે રેલવે દ્વારા ઉપરની કોર્ટમાં આ ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા આ ચુકાદાને પલટી નાખવામાં આવ્યો હતો. પોતાનો સામાન પોતાની જવાબદારી ચુકાદો આપ્યો હતો.
ADVERTISEMENT