નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગત્ત થોડા દિવસોથી કેદારનાથ ધામ ગયેલા છે. તેવામાં આજે સવારે તેમના કાકાના ભાઇ વરૂણ ગાંધી પણ ભગવાનના દર્શન માટે પહોંચ્યા. તેવામાં કેદારનાથ-બદ્રીનાથ મંદિર સમિતીના અધ્યક્ષ અજયેન્દ્રએ પૃષ્ટી કરી છે કે, બંન્ને ભાઇઓની મુલાકાત વીઆઇપી હેલીપેડના રસ્તામાં આવતા પુજારીના નિવાસ સ્થાન પર થઇ હતી.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી રવિવારે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. તેઓ અહી બે દિવસ માટે રોકાયા હતા. રાહુલે સોમવારે કેદારનાથ મંદિરમાં રુદ્રાભિષેક કર્યો હતો તો બીજી તરફ વરૂણ ગાંધી પણ મંગળવારે પોતાના પરિવારની સાથે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. વરુણ ગાંધી પોતાના પરિવારની સાથે કેદારનાથ ધામ ગયા છે. વરૂણ ગાંધીની તસ્વીર પણ સામે આવી છે.
રાહુલે ભંડારાના ભક્તોને પ્રસાદી આપી
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેદારનાથમાં સોમવારે ભંડારામાં ભક્તોનો પ્રસાદ પણ પીરસ્યું હતું. તેમણે સોમવારે સવારે કેદારનાથ મંદિરની પાસે આદિ શંકરાચાર્યજીની પ્રતિમાના દર્શન કર્યા અને પુજા-અર્ચના કરી. કોંગ્રેસની તરફથી મંદિર પાસે એક ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું. અહીં રાહુલે ભક્તો અને સાધુઓને પ્રસાદ આપ્યો અને તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા.
આ દરમિયાન યુવા ભક્ત રાહુલની સાથે સેલ્ફી પણ લેતા જોવા મળ્યા. તીર્થ પુરોહિત આચાર્ય સંતોષ ત્રિવેદીએ જણાવ્યું કે, ભંડારામાં લગભગ 1500 ભક્ત જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ બપોરે સાધુઓ દ્વારા બનાવાયેલા ટિક્કડ (જાડી રોટલી) ખાધી હતી. તેમણે કાળી ચા પણ પીધી અને સંતો સાથે લાંબી વાતચીત કરી.
ભીમશિલાના પણ દર્શન કર્યા
રાહુલ કેદારનાથ મંદિરની પાછળ રહેલી ભીમશિલાના દર્શન માટે પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે, જુન 2013 માં ઉતરાખંડમાં આવેલા પુર દરમિયાન આ વિશાળ શિલા પહાડો પરથી નીચે આવી ગઇ હતી. એવું પણ માનવામાં આવે છે કે, આ શિલાને કારણે જ મંદિર બચ્યું હતું. રાહુલ ગાંધી રવિવારે કેદારનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે સાંજે આરતીમાં પણ હિસ્સો લીધો હતો.
ADVERTISEMENT