રાહુલ ગાંધીએ કર્ણાટકની જનતાનો આભાર માન્યો કહ્યું, પ્રથમ કેબિનેટમાં આપેલ વચનો પૂર્ણ કરીશું

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી સાથે હરાવતી જોવા મળી રહી છે. કર્ણાટક ચૂંટણીમાં…

gujarattak
follow google news

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી સાથે હરાવતી જોવા મળી રહી છે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતાને ભારત જોડો યાત્રાના સકારાત્મક પરિણામ તરીકે જોવામાં આવી રહી છે. કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસની લીડના સમાચાર મળતા જ રાહુલ ગાંધી કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા અને મીડિયાને સંબોધતા કર્ણાટકની જનતાનો આભાર વ્યક્ત કર્યો અને નેતાઓ અને કાર્યકરોને અભિનંદન આપ્યા.

કર્ણાટકમાં કોંગ્રેસ 130થી વધુ સીટો જીતતી જોવા મળી રહી છે. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની જંગી જીત બાદ પત્રકારો સાથે વાત કરતા પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણીમાં અમને જીત અપાવવા માટે કર્ણાટકની જનતાનો આભાર. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે.

પ્રથમ પાંચ વાંચનો પ્રથમ કેબિનેટમાં પૂર્ણ કરીશું 
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે અને હવે પ્રેમની દુકાન ખુલી ગઈ છે. અમે કર્ણાટકની જનતાને પાંચ વચનો આપ્યા હતા, અમે પ્રથમ કેબિનેટમાં પહેલા દિવસે આ વચનો પૂરા કરીશું. પત્રકારો સાથે વાત કરતી વખતે રાહુલ ગાંધી એક વાત પર વારંવાર ભાર આપી રહ્યા હતા કે તેઓ પોતાના પાંચ વચનો પૂરા કરવા માટે સૌથી પહેલા હશે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે આ લડાઈ પ્રેમથી લડી છે. કર્ણાટકે બતાવ્યું છે કે આ દેશ પ્રેમને ચાહે છે.

ટ્વિટર પર શેર થયો વિડીયો 
નોંધપાત્ર વાત એ છે કે રાજ્યમાં કોંગ્રેસના ઉદયના સમાચાર આવતાની સાથે જ કોંગ્રેસ પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર યાત્રા દરમિયાનનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે હું અજેય છું, મને ખાતરી છે કે આજે મને રોકવા માટે કોઈ નથી.

    follow whatsapp