નવી દિલ્હી : કોંગ્રેસ લીડર અને હાલમાં જ મોદી અંગે વિવાદિસ્પદ ટિપ્પણી બાદ કોર્ટમાં કેસ હારીને પોતાનું સાંસદનું પદ ગુમાવનાર રાહુલ ગાંધીને બંગલો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેના પગલે આજે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અધિકારીઓ દ્વારા તેમને 22 એપ્રીલ પહેલા બંગલો ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેના પગલે રાહુલ ગાંધીએ આજથી બંગલો ખાલી કરવાની પ્રકિયા શરૂ કરી હતી. તેમના ઘરની બાહર પાર્ક કરાયેલા બે ટ્રકમાં સામાન લોડ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પોતાનો બંગલો ખાલી કરીને રાહુલ ગાંધી માતા સાથે શિફ્ટ થયા
રાહુલ ગાંધી પોતાનો અધિકારીક 12, તુગલકર રોડ નો બંગલો ખાલી કરીને પોતાની માતા સોનિયા ગાંધી સાથે 10, જનપથ રોડ ખાતે ટ્રાન્સફર થઇ રહ્યા છે. સુત્રો અનુસાર તેઓ આજના દિવસમાં લગભગ પોતાનો બંગલો ખાલી કરીને હવાલો પરત સંસદીય અધિકારીઓને સોંપે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઉસ કમિટી દ્વારા તેમને 27 માર્ચે ઘર ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. આ અંગે તેમણે લોકસભા સેક્રેટરીને પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ લોકસભામાં ગત્ત ચાર વખત ચુંટાયેલા સભ્ય રહી ચુક્યા છે. આ કારણે મારી અહીં ઘણી યાદો છે મારો અહીં ખુબ જ સારો સમય પસાર થયો છે. તમે જે પણ કહેશો તેનું પાલન કરીશ. કોંગ્રેસ નેતાએ કોર્ટના ચુકાદાને પડકાર્યો છે તે મુદ્દે તેઓ સરકાર પર આક્રમક પણ છે.
રાહુલ ગાંધીએ વાયનાડમાં કહ્યું મને જેટલો દબાવશો એટલો હું નિખરીશ
રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદ હતા. અહીં તેમણે એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, મારુ ઘર 50 વખત સીઝ કરો પરંતુ હું જનતાનો અવાજ ઉઠાવતો રહીશ. તમે મને જેટલો ડરાવવાનો પર્યાસ કરશો હું તેટલો જ મજબુત બનીને નિકરીશ અને લડતો રહીશ. અમે કોઇ પણ ધમકીથી ડરવાનો નથી. રાહુલ ગાંધી હાલમાં અદાણી મુદ્દે ખુબ જ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ મુદ્દે સ્ટેન્ડ લઇને કોંગ્રેસ દ્વારા આ વખતે સંસદમાં પણ ભારે હોબાળો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT