‘મને નથી લાગતું 2024માં PM મોદી જીતશે’, વોશિંગ્ટન પ્રેસ ક્લબમાં બોલ્યા રાહુલ ગાંધી

વોશિંગ્ટન: અમેરિકાના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે (ભારતીય સમય મુજબ) પીએમ નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું. વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ…

gujarattak
follow google news

વોશિંગ્ટન: અમેરિકાના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે (ભારતીય સમય મુજબ) પીએમ નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું. વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું કે, કર્ણાટકની ચૂંટણી જીતવા પાછળ બેરોજગારી અને વધતી કિંમતો એક છે. આપણે એમ ન કહી શકીએ કે ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલી રહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે વિપક્ષ એક થઈ રહ્યો છે અને અમે ભાજપને હરાવીશું.

રાહુલે કહ્યું કે, તમારે સ્વતંત્ર સંસ્થાઓની જરૂર છે જે કોઈના દબાણમાં ન આવે. સંસ્થાઓની સ્વતંત્રતા પરના શકંજો કસાઈ રહ્યો છે. ભારતમાં પ્રેસની સ્વતંત્રતા નબળી પડી રહી છે, જે કોઈનાથી છુપાયેલી નથી અને આ વાત બધા જાણે છે. મને લાગે છે કે લોકશાહી માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ટીકા સાંભળવી જોઈએ. આ માત્ર પ્રેસની સ્વતંત્રતા નથી, તે દરેક જગ્યાએ થઈ રહ્યું છે. સંસ્થાકીય માળખા પર પણ સકંજો કસવામાં આવી રહ્યો છે.

મુસ્લિમો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, તમામ ભારતીયોને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતાનો અધિકાર છે. તેમણે કહ્યું કે ભાજપ નફરતને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં ભાગલા પાડે છે. સંસ્થાઓ અને મીડિયા પર ચોક્કસપણે કબજો છે. મેં દેશભરમાં પ્રવાસ કર્યો, લોકો ગુસ્સો હતો.

ચીન વિશે કહી આ વાત
એ વાત સાચી છે કે ચીને આપણી જમીન પર કબજો જમાવ્યો છે અને તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ચીનના કબજા હેઠળના આપણા પ્રદેશ પર, મને ખબર નથી કે પીએમ કેમ અલગ રીતે વિચારે છે. ભારતમાં પહેલેથી જ ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. જોકે આ સિસ્ટમ નબળી પડી છે. પરંતુ એવું નથી કે ત્યાં કોઈ વ્યવસ્થા નથી. જો લોકતાંત્રિક સંવાદ શક્ય બનશે તો આ મુદ્દાઓ આપોઆપ ઉકેલાઈ જશે.

ભાજપ સરકારના શાસનમાં વધતી કિંમતો અને રેકોર્ડ બેરોજગારીને કારણે સંપત્તિમાં તફાવત ઉભો થયો છે. પીએમ મોદી આર્થિક મોરચે જે હાંસલ કર્યાનો દાવો કરે છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

વિપક્ષ એક છે, ભાજપને હરાવીશું-રાહુલ
દિલ્હીમાં સેવા બાબતે કેન્દ્રના વટહુકમ પર કેજરીવાલનું સમર્થન કરવા પર તેમણે કહ્યું કે આંતરિક ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ એક છે. અમે ભાજપને હરાવીશું. મને નથી લાગતું કે પીએમ મોદી 2024 જીતશે. તમે પણ ગણિત કરશો તો સમજાશે. ભારતમાં લડાઈ ચાલી રહી છે. એક વિઝન છે, એક ધ્રુવીકરણ વિઝન છે, જેનો ભાજપ પ્રચાર કરી રહી છે. એક બીજું વિઝન છે, જે સર્વસમાવેશક લોકશાહી છે અને તે ઘણું મોટું છે.

પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ 52 વર્ષીય ગાંધીએ કહ્યું, “મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આગામી બે વર્ષમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે. આગામી ત્રણ કે ચાર રાજ્યોની ચૂંટણીઓ માટે રાહ જુઓ અને જુઓ. જે થવાનું છે, તેનો એક સારો સંકેત છે.

જો તેમનો પક્ષ સત્તામાં આવે તો ભારતમાં લઘુમતીઓના અધિકારો સુનિશ્ચિત કરવા શું કરશે તે અંગે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “ભારતમાં પહેલેથી જ ખૂબ જ મજબૂત સિસ્ટમ છે, (પરંતુ) તે સિસ્ટમ નબળી પડી ગઈ છે. સંસ્થાઓએ સ્વતંત્ર હોવી જોઈએ, કોઈપણ દબાણ વિના અને નિયંત્રણ ન હોય. જો કોંગ્રેસ સત્તામાં આવશે, તો આ કામ ફરીથી કરવામાં આવશે.”

    follow whatsapp