દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા તેમનું એક નિવેદન હાલમાં ખૂબ ચર્ચામાં છે. રવિવારે એક રેલીમાં રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકાર પર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા. જેમા તેઓ યુપીએ સરકાર દરમિયાન ગેસ, તેલ, દૂધ, લોટના ભાવ બતાવી રહ્યા હતા. પરંતુ ભાષણ દરમિયાન એક ચૂકના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.
ADVERTISEMENT
મોંઘવારીનો વિરોધ કરી રહ્યા હતા રાહુલ ગાંધી
ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ લોટનો ભાવ કિલોની જગ્યાએ લિટરમાં જણાવી દીધો. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોંઘવારી પર મારી પાસે આંકડા છે. 2014માં એલપીજી સિલિન્ડર 410નો હતો, આજે 1050 રૂપિયાનો છે. પેટ્રોલ 70 રૂપિયા લિટર હતું આજે 100 રૂપિયા લિટર છે. ડીઝલ 70 રૂપિયા લિટર અને આજે 90 રૂપિયા લિટર છે. સરસોનું તેલ 90 રૂપિયા અને આજે 200 રૂપિયા લિટર છે. દૂધ 35 રૂપિયે લીટર અને આજે 60 રૂપિયા લિટર છે. લોટ 22 રૂપિયા લીટર અને આજે 40 રૂપિયા લીટર થઈ ગયો છે. જોકે બાદમાં તેમણે પોતાની ભૂલ સુધારી લીધી હતી.
ભાજપે લીધી કોંગ્રેસની મજા
જોકે આ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં તેઓ ખૂબ ટ્રોલ થઈ ગયા હતા. ભાજપે પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વી કરીને કહ્યું, કોંગ્રેસના મિત્રો, રાજકુમારને સાંભળીને તમને ‘કિલો’માં આંસૂ આવે છે કે ‘લિટર’માં?
રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યુ નિશાન
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં બે ઉદ્યોગપતિઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. આજે દેશની અંદર દેશ બની ગયો છે. એક ગરીબ મજૂર ખેડૂત અને બેરોજગારોનો અને બીજી બાજુ ભારતના દસ-પંદર ઉદ્યોગપતિઓનો. અમારી વિચારધારા છે કે દેશ બધાનો છે. માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓનો નહીં ગરીબ ખેડૂત-મજૂરોનો પણ છે.
ADVERTISEMENT