Rahul Gandhi meet Bajarang Punia: ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજો સતત કાર્યવાહીની માંગ કરી રહી છે. તેમનું કહેવું છે કે, યૌન શોષણના આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યારે બ્રિજભૂષણના નજીકના સંજય સિંહ બબલુને ફેડરેશનના નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા, ત્યારે સાક્ષી મલિકે વિરોધમાં કુસ્તી છોડી દેવાનો નિર્ણય કર્યો, અને બજરંગ પુનિયાએ પીએમના આવાસની સામે તેમનું પદ્મશ્રી મૂકી દીધું હતું. તો વિનેશ ફોગાટે તેનો અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ ખેલ પુરસ્કાર પરત કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળવા હરિયાણાના કુસ્તીબાજ દીપક પુનિયાના ગામે પહોંચ્યા છે.
ADVERTISEMENT
કુસ્તીબાજો સાથે રાહુલ ગાંધીની મુલાકાત
રાહુલ ગાંધી છારા ગામ પહોંચ્યા અને વીરેન્દ્ર અખાડામાં કુસ્તીબાજોને મળ્યા. આ દરમિયાન કોંગ્રેસના નેતા સાથે બજરંગ પુનિયા પણ હાજર હતા. છારા ગામ કુસ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે, જે ઝજ્જર જિલ્લામાં આવે છે. તમને જણાવી દઈએ કે દીપક અને બજરંગ પુનિયાએ આ વીરેન્દ્ર અખાડાથી કુસ્તીની શરૂઆત કરી હતી.
બજરંગ પુનિયાને મળીને શું વાત કરી?
આ દરમિયાન રાહુલ કુસ્તીબાજોના અખાડામાં પહોંચ્યા અને તેમની કસરતો અને તેમના કરિયરમાં આવી રહેલી તેમની સમસ્યાઓ વિશે જાણ્યું હતું. રાહુલની મુલાકાત દરમિયાન, બજરંગ પુનિયા પણ તેમની સાથે જોવા મળ્યા હતા, જે કુસ્તી સંઘ સામે ચાલી રહેલા વિરોધના મુખ્ય ચહેરાઓમાંથી એક છે. તેથી, એવું માનવામાં આવે છે કે રાહુલની સાથે કુસ્તીબાજોને સાંભળવામાં આવ્યા હતા. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, રાહુલ ગાંધી કુસ્તીબાજોની દિનચર્યા અને તેમનું જીવન કેવું છે તે જોવા અહીં આવ્યા હતા. આ દરમિયાન તેમણે કસરત પણ કરી હતી.
કુસ્તીબાજો સાથે કસરત કરી
રાહુલ ગાંધી સવારે લગભગ 6.15 વાગ્યે પહોંચ્યા હતા. અહીં તેમણે જોયું કે કુસ્તીબાજો કેવી રીતે કસરત કરે છે. તેમણે કુસ્તીબાજો સાથે કસરત પણ કરી અને તેમની પાસેથી કુસ્તીના દાવ પણ શીખ્યા અને કુસ્તીમાં પોઈન્ટ કેવી રીતે મેળવાય છે તે શીખ્યા. રાહુલે વહેલી સવારે બાજરીના રોટલા અને લીલા શાકભાજી ખાધા હતા. બજરંગે કહ્યું કે, તેમણે મારી સાથે જ કુસ્તી કરી હતી.
ADVERTISEMENT