વાઈરલ શાકભાજીવાળાની ઈચ્છા પૂરી થઈ, રાહુલ ગાંધી સાથે લંચ કર્યું

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હીની આઝાદપુર મંડીમાં શાકભાજી વેચતા રામેશ્વરને મળ્યા હતા. રામેશ્વર એ જ વ્યક્તિ છે જેનો વીડિયો થોડા દિવસો પહેલા સોશિયલ…

gujarattak
follow google news

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હીની આઝાદપુર મંડીમાં શાકભાજી વેચતા રામેશ્વરને મળ્યા હતા. રામેશ્વર એ જ વ્યક્તિ છે જેનો વીડિયો થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ મોંઘવારીનો ઉલ્લેખ કરતા ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન તેના આંસુ પણ વહેવા લાગ્યા હતા.

રાહુલ ગાંધી સોમવારે રામેશ્વરને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે રામેશ્વર સાથે લંચ પણ લીધું હતું. વાસ્તવમાં રામેશ્વર પોતાને રાહુલ ગાંધીના પ્રશંસક ગણાવે છે. તેમણે કોંગ્રેસ નેતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે પૂરી કરતા રાહુલ તેમને મળ્યા હતા.

રામેશ્વરની વાર્તા અમારી સહયોગી ચેનલ ધ લલ્લનટોપના ગ્રાઉન્ડ રિપોર્ટથી શરૂ થઈ હતી. મોંઘા ટામેટાંને લઈને ભાવુક બનેલા રામેશ્વરની પીડા આખા દેશને સહન કરવી પડી હતી. આ પછી જ્યારે લલ્લનટોપે ફરી રામેશ્વર સાથે વાત કરી. ત્યારે તેણે રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રામેશ્વરે કહ્યું કે, શું આપણે રાહુલ સર સાથે વાત કરી શકીએ? હું તેમનો આભાર માનવા માંગુ છું. મારે તેમને મળવું છે. જો રાહુલજી મારા જેવા નાના માણસને મળે તો તે મારું સૌભાગ્ય ગણાશે.

રાહુલ ગાંધીએ ખુદ રામેશ્વરને મળવાની તસવીર ટ્વીટ કરીને શેર કરી હતી કે, રામેશ્વર જી જિંદાદિલ વ્યક્તિ છે. કરોડો ભારતીયોના જન્મજાત સ્વભાવની ઝલક તેમનામાં જોવા મળે છે. જેઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્મિત સાથે આગળ વધે છે તે જ સાચા અર્થમાં ભારતના ભાગ્યના ઘડવૈયા છે.

જણાવી દઈએ કે મોંઘવારીના કારણે રામેશ્વરની પીડા સંસદમાં પણ અનુભવાઈ હતી. આ પછી રામેશ્વરજીની મદદ માટે મોટી સંખ્યામાં લોકો આગળ આવ્યા. વીડિયો વાયરલ થયા બાદ રામેશ્વર ડરી ગયો હતા.

યુપીના કાસગંજના રહેવાસી રામેશ્વરજીએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 10-12 વર્ષથી દિલ્હીમાં રહે છે. જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે વીડિયો વાયરલ થયા બાદ તે અચાનક કેમ ગાયબ થઈ ગયા? આના પર રામેશ્વરજી કહે છે, ‘બજારમાં હંગામો મચી ગયો હતો કે તેઓ તમને શોધી રહ્યા છે. મને ડર હતો કે કદાચ તેઓ મને પકડવા આવશે, હું અભણ છું. હું પણ ડરી ગયો હતો કારણ કે મારી સાથે એક નાનું બાળક છે, કારણ કે કોઈએ એમ ન કહેવું જોઈએ કે તમે તેને કામ કરાવો છો… મને ડર હતો કે કોઈ મારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રામેશ્વરજી કેટલી ગરીબીમાં જીવી રહ્યા છે. તે કહે છે, ‘હું શરૂઆતથી જ શાકભાજીનું કામ કરું છું, પરંતુ આ વર્ષે પહેલીવાર નુકસાન થયું છે. હું બીમાર પડી ગયો અને બાળકો પણ બીમાર પડતાં મારી સારવાર પણ થઈ. જેઓ કહે છે કે હું ઢોંગ કરું છું, તેઓ કહેતા રહે.

    follow whatsapp