'PM મોદીના દળમાં અસંતોષ, એક નાની એવી ચૂકથી સરકાર પડી શકે', Rahul Gandhi નો દાવો

Rahul Gandhi: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભારતીય રાજનીતિમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપને બહુમતી ન મળવાને કારણે આ વખતે મોદી સરકારને તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવામાં કઠણ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

રાહુલ ગાંધીની તસવીર

Rahul Gandhi

follow google news

Rahul Gandhi: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભારતીય રાજનીતિમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપને બહુમતી ન મળવાને કારણે આ વખતે મોદી સરકારને તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવામાં કઠણ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

ઈન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીનો મોટો દાવો

રાહુલે યુકેના ફાઈનાન્સિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ભારતીય રાજકીય વ્યવસ્થાનો વ્યાપ વિસ્તર્યો છે. ભારતીય રાજકારણમાં મોટા ફેરફારો થયા છે. આ વખતે જીતના આંકડા એવા છે કે એક નાની ભૂલ મોદી સરકારને નીચે લાવી શકે છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દળમાં ભારે અસંતોષ છે. પીએમ મોદીના દળમાં એવા લોકો છે જે અમારા સંપર્કમાં છે. આવી સ્થિતિમાં ગઠબંધનના ભાગીદારો પીઠ ફેરવી શકે છે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોને ભાજપની વિભાજનકારી રાજનીતિ સામે જનાદેશ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તમે નફરત ફેલાવી શકો છો, તમે ગુસ્સો ફેલાવી શકો છો અને તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો. પરંતુ દેશની જનતાએ તેને ચૂંટણીમાં ફગાવી દીધી છે.

2024 ના પરિણામો શું આવ્યા?

2024ની લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. 2014 અને 2019માં પોતાના દમ પર બહુમતી મેળવનાર ભાજપ આ વખતે માત્ર 240 બેઠકો જ જીતી શકી છે. જ્યારે એનડીએને કુલ 293 બેઠકો મળી છે. તે જ સમયે વિપક્ષ ઈન્ડિયા બ્લોકને 234 બેઠકો મળી છે. કોંગ્રેસને 99 બેઠકો મળી છે.

આ વખતે ભાજપ પોતાના દમ પર 272ના જાદુઈ આંકડાને સ્પર્શી શક્યું નથી, તેથી તેણે સરકાર ચલાવવા માટે તેના સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. એનડીએમાં ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે. ચંદ્રબાબુ નાયડુની ટીડીપી બીજા સ્થાને છે, જેના 16 સાંસદો છે. તે જ સમયે, નીતિશ કુમારની જેડીયુમાં 12 સાંસદો છે.
 

    follow whatsapp