માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક: સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ હવે શું કરશે પૂર્ણેશ મોદી?

નવી દિલ્હી: શુક્રવાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે સારા સમાચાર લઈને આવ્યો છે. મોદી સરનેમ કેસમાં સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી સજા ફટકારી…

gujarattak
follow google news

નવી દિલ્હી: શુક્રવાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે સારા સમાચાર લઈને આવ્યો છે. મોદી સરનેમ કેસમાં સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી સજા ફટકારી હતી. સુરત કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાની સાથે સુપ્રીમ કોર્ટે હવે તેમને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. જે બાદ અરજકર્તા પુર્ણેશ મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

પુર્ણેશ મોદીએ કહ્યું કે, 2019માં કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જનસભામાં OBC સમાજના મોટા ઘટક, મોદી સરનેમધારી, મોદી કાસ્ટ, મોદી સમાજ, મોદી કોમ્યુનિટી આ બધાનું અપમાન કર્યું. તે સમયે અમે સુરતમાં ટ્રાયલ કોર્ટમાં 2013માં જ અરજી દાખલ કરી હતી. બાદમાં 2023માં ટ્રાયલ કોર્ટે બધી કાયદાકીય પ્રક્રિયા બાદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી.

તેમણે કહ્યું, બાદમાં રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં સજા પર સ્ટેની અરજી કરી, ત્યાં પણ તેમના સમર્થનમાં ચૂકાદો ન આવ્યો. બાદમાં ગુજરાતની હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યાં પણ અમારા તરફેણમાં ચૂકાદો આવ્યો. આ બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે તેમની સજા પર કોર્ટે સ્ટે આપ્યો છે. અમે આ કાયદાકીય પ્રક્રિયામાં સન્માનિય ચૂકાદાનું સ્વાગત કરીએ છીએ. આગામી દિવસોમાં અમારા સમાજ તરફથી કાયદાકીય લડત લડવામાં આવશે.

નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરોની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

    follow whatsapp