લંડનઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં યુકેના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે લંડનમાં હાઉસ ઓફ પાર્લામેન્ટના પરિસરમાં બ્રિટિશ સાંસદોને કહ્યું કે ભારતમાં સંસદમાં વિપક્ષી નેતાઓના માઈક્રોફોન બંધ કરી દેવાય છે. હાઉસ ઓફ કોમન્સના ગ્રાન્ડ કમિટી રૂમમાં વિપક્ષી લેબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ વિરેન્દ્ર શર્મા દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ના તેમના અનુભવો પણ શેર કર્યા હતા.
ADVERTISEMENT
ગૂંગળામણની લાગણી થાય છેઃ રાહુલ ગાંધી
આ દરમિયાન રાહુલ ગાંધીએ માઇક્રોફોનનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેમાં ખામી હતી. પછી તેમણે કહ્યું કે અમારા માઈક્સ ખરાબ નથી, તે કામ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં તમે તેને ચાલુ કરી શકતા નથી. કારણ કે જ્યારે હું સંસદમાં બોલું છું, ત્યાં ઘણી વખત આવું બન્યું છે. વાયનાડના 52 વર્ષીય સાંસદે કહ્યું કે ભારતમાં વિરોધને દબાવવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે નોટબંધી કરી હતી, જે એક વિનાશક નાણાકીય નિર્ણય હતો. અમને આ મુદ્દા પર ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. GSTનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમને તેના પર ચર્ચા કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી. એ પણ કહ્યું કે અમને ચીની સૈનિકો ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાના મુદ્દે ચર્ચા કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી. રાહુલે કહ્યું કે આવી સ્થિતિમાં ગૂંગળામણની લાગણી થાય છે.
ગુજરાતમાં બે દિવસથી વધી રહ્યા છે કોરોનાના કેસઃ અમદાવાદમાં સૌથી વધારે
રાહુલે કહ્યું- જો ભારતમાં લોકશાહી નબળી પડી જાય તો…
સમારોહમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં લોકશાહી વૈશ્વિક જનહિત છે. ભારત ઘણું મોટું છે, જો ભારતમાં લોકશાહી નબળી પડી જાય તો તે સમગ્ર પૃથ્વી પર નબળી પડી જાય છે. ભારતની લોકશાહી અમેરિકા અને યુરોપ કરતા ત્રણ ગણી છે અને જો આ લોકશાહી તૂટી જાય તો તે સમગ્ર પૃથ્વી પરની લોકશાહી માટે મોટો ફટકો છે.
અનુરાગ ઠાકુરે રાહુલ પર નિશાન સાધ્યું હતું
આ સાથે જ ભાજપે રાહુલ ગાંધી પર ચીનના વખાણ કરતા વિદેશી ધરતી પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર તેમની ટિપ્પણી પર નિશાન સાધ્યું હતું. સાથે કહ્યું કે તે દેશ સાથે દગો ન કરે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધી ભારત સાથે દગો ન કરો. ભારતની વિદેશ નીતિ પર વાંધો એ તમારી થોડી સમજણનો પુરાવો છે. તમે વિદેશની ધરતી પરથી ભારત વિશે જે જૂઠ ફેલાવ્યું છે તેના પર કોઈ વિશ્વાસ કરશે નહીં.
અમરેલીઃ આંબરડી સીમ વિસ્તારમાંથી મળી લાશ, જંગલ વિભાગના ટ્રેકરે કરી પોલીસને જાણ
અનુરાગે કહ્યું- નિષ્ફળતાઓ છુપાવવાનું કાવતરું
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પોતાની નિષ્ફળતાઓ છુપાવવાના કાવતરાના ભાગરૂપે વિદેશી ધરતી પરથી ભારતને બદનામ કરવાનો આશરો લીધો છે. રાહુલ ગાંધી વિવાદોનું તોફાન બની ગયા છે. પછી તે વિદેશી એજન્સીઓ હોય, વિદેશી ચેનલો હોય કે વિદેશી ધરતી હોય. તે ભારતને બદનામ કરવાની એક પણ તક છોડતા નથી.
રાહુલે ચીનના વખાણ કર્યા હતા
આ પહેલા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના સંબોધનમાં ચીનના વખાણ કર્યા હતા. કેટલીક બાબતોમાં નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા. તેમણે ઘણા ઉદાહરણો દ્વારા કહ્યું હતું કે ચીન શાંતિનો પક્ષ છે. રાહુલે કહ્યું હતું કે તમે ચીનમાં જે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ છો, રેલવે, એરપોર્ટ, આ બધું પ્રકૃતિ, નદીની શક્તિ સાથે જોડાયેલું છે. ચીન પ્રકૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલું છે. અને જ્યારે અમેરિકાની વાત આવે છે ત્યારે તે પોતાની જાતને કુદરત કરતા પણ મોટો માને છે. ચીનને શાંતિમાં કેટલો રસ છે તે કહેવા માટે આ પૂરતું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT