નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. રાહુલે ગુરુવારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે લોકસભાની સદસ્યતા રદ કરવા પર વાત કરી હતી. રાહુલે કહ્યું, ભારતમાં માનહાનિના મામલામાં કદાચ સૌથી વધુ સજા પામેલો વ્યક્તિ હું છું. તેમણે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવું કંઈક થશે.
ADVERTISEMENT
રાહુલે કહ્યું, “મેં હમણાં જ મારો પરિચય સાંભળ્યો. આમાં મને ભૂતપૂર્વ સાંસદ કહેવામાં આવ્યો. રાહુલે કહ્યું કે, જ્યારે મેં 2004માં રાજનીતિની શરૂઆત કરી હતી ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે દેશમાં અત્યારે જે થઈ રહ્યું છે તેવું હું ક્યારેય જોઈશ.
અમે લોકતાંત્રિક રીતથી લડી રહ્યા છીએ-રાહુલ
લોકસભાની સદસ્યતા રદ કરવાની ઘટનાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, પરંતુ મને લાગે છે કે હવે મારી પાસે મોટી તક છે. કદાચ તે અવસરથી મોટો જે મને સંસદમાં બેસવાથી મળ્યો હોત. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, આ ડ્રામા 6 મહિના પહેલા શરૂ થયો હતો. ભારતમાં વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. સંસ્થાઓ ભાજપના નિયંત્રણમાં છે. અમે લોકતાંત્રિક રીતે આની લડાઈ લડી રહ્યા છીએ. જ્યારે અમે જોયું કે કોઈ સંસ્થા અમને મદદ કરી રહી નથી, ત્યારે અમે રસ્તા પર ઉતરી આવ્યા અને તેથી ભારત જોડી યાત્રા થઈ.
2019માં મોદી સરનેમ પર આપેલા ભાષણને લઈને સુરત કોર્ટ દ્વારા આ વર્ષે માર્ચમાં બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી છે. આ પછી રાહુલની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT