દુર્ગેશ મહેતા ગાંધીનગર: રાજ્યમાં સરકાર હસ્તકના તમામ વિભાગો વ્યવસ્થિત ચાલે છે કે કેમ તે જાણવા માટે તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. મંત્રીઓને કહેવાયું છે કે પોતોના હસ્તકના વિભાગોની મુલાકાત લેતા રહેવું. એવામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ફરી એક વખત એકશન મોડમાં જોવા મળ્યા છે. રાઘવજી પટેલ ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા અને વિભાગોની સમીક્ષા કરી હતી રાઘવજી પટેલની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન અધિયકરીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
રાઘવજી પટેલે અચાનક જ મત્સ્યોદ્યોગ કમિશનરેટની કચેરીમા પહોંચી ગયા છે અને કમિશનર નિતીન સાંગવાન, સુપરિન્ટેન્ડન્ટ કાપડિયા વાઘેલા સહિત ગેરહાજર છે. તો બીજી તરફ જૂના સચિવાલયમા આ કચેરીમા પણ મોટાભાગનો સ્ટાફ આવ્યો નહોતો. આ ઉપરાંત કમિશનરેટ કચેરીમા પણ અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. .
મત્સ્ય ઉધોગ કમીશનર ગેરહાજર
રાઘવજી પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પોતાના વિભાગમાં આવતા કાર્યોની સમીક્ષા કરવાની શરુઆત કરી દીધી હતી હવે સરપ્રાઈઝ આપવાનું પણ રાઘવજી પટેલે ચાલુ કર્યું છે. ત્યારે આજે ફરી એક વિભાગની સરપ્રાઈઝ વિઝિટ કરી છે. આજે રઘવજી પટેલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં વિઝિટ કરી હતી જેમાં ખુદ મત્સ્ય ઉધોગ કમીશનર નિતિન સાંગવાન મંત્રીની મુલાકાત સમયે ગેરહાજર હતા. આ સાથે હિસાબી અધિકારી એમ વિ છાયા, નાયબ નિયામક – એમ ડી થાનકી, આસીસ્ટન્ટ ડિરેક્ટર – એન એમ શુક્લ, ડેપ્યુટી ડાયરેક્ટર- એમ કે ચૌધરી ગેર હાજર રહ્યા હતા.
રાઘવજીએ કહ્યુ- હું સાડા દસ ના ટકોરે ઓફિસ પર પહોંચી ચૂક્યો હતો અને વ્યવસ્થા અને કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે હું ઓફિસ પર પહોંચ્યો હતો. કેટલા કર્મચારીઓ હજાર છે અને કેટલા ગેરહાજર છે. પ્રાથમિક સુવિધાના કોઈ પ્રશ્નો છે કે કેમ આ તમામનું મે જાત નિરીક્ષણ કર્યું છે.
ADVERTISEMENT