મુંબઈ: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા તાજેતરમાં જ ડિનર પછી AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે લંચ કરતી જોવા મળી હતી. જે બાદ તેમના અફેરની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે બે માંથી કોઈ પણે સાથે પોઝ આપ્યો ન હતો. પરંતુ બંને વચ્ચે કઈક રંધાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
પરિણીતી ચોપરા ફરી એકવાર મુંબઈમાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા સાથે લંચ કરતી જોવા મળી છે. વાયરલ થયેલી આ તસવીરોમાં પહેલા રાઘવ બહાર આવે છે અને પછી પરિણીતી તેની પાછળ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતી જોવા મળે છે.
રાઘવ પાપારાઝીને જોઈને કેમેરાથી બચતો જોવા મળે છે. બંનેએ સાથે પોઝ આપ્યો ન હતો.જોકે, પાપારાઝીના કહેવા પર પરિણીતી ચોપરાએ એકલા કેટલાક પોઝ આપ્યા હતા. આ લંચ ડેટ પર પરિણીતી કેઝ્યુઅલ લુકમાં આવી હતી.તેણીએ કાળા ક્રોપ ટોપ સાથે લૂઝ પેન્ટ પહેર્યું હતું અને કાળા શેડ્સ અને ખુલ્લા વાળ સાથે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાઘવની વાત કરીએ તો તે બેજ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
આ પણ વાંચો: રાહુલ ગાંધીને ગુજરાતી ભોજન માણવાની ઈચ્છા થઈ, જાણો શું જમ્યા
જાણો કોણ છે રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢા હાલ રાજ્યસભાના સાંસદ છે, અને તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટની પ્રેકટિસ કરે છે. તેઓ પંજાબ આમ આદમી પાર્ટીના કો ઈન ચાર્જ છે. નેશનલ એક્ઝક્યુટિવ કમિટીના સભ્ય છે. અને આમ આદમી પાર્ટીના પ્રવકતા છે.આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાઘવ ચઢ્ઢાને સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT