Raghav Chadha Parineet Chopra News: AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જો કે ત્યારે હાલ રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જ્યારે રાઘવને રાજ્યસભામાં પ્રેમનો પહેલો પાઠ મળ્યો.આ પાઠ પણ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાડયુ પાસેથી આ પાઠ મળ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે સગાઈ કરી છે. રાઘવ અને પરિણીતી છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ચઢ્ઢાને દોઢ વર્ષ પહેલા રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. તેમનું પ્રથમ સંસદ સત્ર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનું વિદાય સત્ર હતું.
ADVERTISEMENT
રાજ્યસભાના ભૂતપૂર્વ અધ્યક્ષને વિદાય આપતી વખતે રાઘવે નાયડુની ખૂબ પ્રશંસા કરી હતી. રાઘવે કહ્યું હતું કે ‘પહેલો પ્રેમ બધાને યાદ રહે છે…’ બાદમાં નાયડુએ રાઘવને ‘પ્રેમનો પાઠ’ આપ્યો અને તેની મજાક ઉડાવી. નાયડુએ કહ્યું હતું, ‘રાઘવ… મને લાગે છે કે પ્રેમ માત્ર એક જ વાર થતો હોય છે… એક વાર… બે વાર… ત્રણ… શું તેમ થાય છે? પ્રથમ પ્રેમ હંમેશા હોય છે. આના પર રાઘવે કહ્યું હતું કે, ‘હું હજી એટલો અનુભવી નથી પણ તેવું જ હશે સર. નાયડુએ તુરંત કહ્યું, ‘પહેલો પ્રેમ સારો છે, તે પ્રેમ હંમેશા જીવનભર રહેવો જોઈએ.’ રાજ્યસભાની અંદરનો આ વીડિયો હાલ રાઘવ ચઢ્ઢાની સગાઇ બાદ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ચઢ્ઢાની સગાઈ કપૂરથલા હાઉસમાં થઈ હતી. જો કે આ વીડિયો 8 ઓગસ્ટ, 2022ના રોજ રાજ્યસભાની અંદરનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતી વચ્ચે પ્રેમના બીજ લગભગ 7-8 મહિના પહેલા ખીલ્યા હતા. બંનેએ શનિવારે સગાઈ કરી હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં આ કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. કાર્યક્રમ દિલ્હીના કપૂરથલા હાઉસમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં થયો હતો. પરિણીતીની બહેન અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ આ કાર્યક્રમમાં પહોંચી હતી.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, સગાઈમાં પરિણીતીએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બંનેએ તેમની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રીએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું- ‘તમે જે ઇચ્છતા હતા, તે સપનું સાકાર થયું… મેં હા પાડી.’ પ્રથમ ફોટામાં પરિણીતી રાઘવની છાતી પર માથું ટેકવી રહી છે અને બીજા ફોટામાં કપલ એકબીજાને જોઈ રહ્યું છે. ત્રીજા ફોટોમાં બંને સુંદર પોઝ આપી રહ્યાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈવેન્ટ બોલિવૂડ-થીમ પર આધારિત હતી. સગાઈ પહેલા, બંને પરિવારોએ સુખમણી સાહેબનો પાઠ કરાવ્યો, ત્યારબાદ સાંજે 6 વાગ્યે અરદાસ, શીખ ધાર્મિક વિધિ કરવામાં આવી. તે જ સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવી, મનીષ મલ્હોત્રા અને અન્ય ઘણા લોકો આ પ્રસંગે પહોંચ્યા હતા.
ADVERTISEMENT