બરમિંગહામઃ ઈન્ડિયન શટલર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેણે સોમવારે મહિલા સિંગલ્સની ફાઈનલ મેચમાં કેનેડાની મિશેલને 21-15, 21-13થી હરાવી ઈતિહાસ રચ્યો છે. તે પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સની સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છે. અગાઉ 2018 ગોલ્ડ કોસ્ટમાં તેણે મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ જીત્યો હતો, આ દરમિયાન તે સાઈના નહેવાલ સામે સિંગલ્સની સ્પર્ધા હારી ગઈ હતી.
ADVERTISEMENT
રોમાંચક મેચમાં પીવી સિંધુની જીત
પીવી સિંધુએ પહેલી ગેમમાં શાનદાર શરૂઆત કરી હતી પરંતુ ત્યારપછી શરૂઆતી લીડને તોડી કેનેડાની મિશેલે 11-10ના સ્કોર સુધી ગેમને લાવી દીધી હતી. જોકે બ્રેક પછી પીવી સિંધુએ બેક ટુ બેક પાંચ પોઈન્ટની લીડ મેળવીને પહેલી ગેમ 21-15થી જીતી લીધી હતી.
બીજી ગેમમાં સિંધુનો પાવરફુલ ગેમપ્લાન
બીજી ગેમની વાત કરીએ તો પીવી સિંધુએ બ્રેક સુધી 11-6નો સ્કોર નોંધાવી ગેમમાં પોતાની પકડ મજબૂત રાખી હતી. આ દરમિયાન બ્રેક પછી તો સિંધુ ઘણી આક્રમક થઈ ગઈ અને મિશેલને કમબેક કરવાની એકપણ તક નહોતી આપી. આમ જોત જોતામાં સિંધુએ બીજી ગેમમાં 21-13થી જીત મેળવી લીધી હતી.
ADVERTISEMENT