Pushpa 2: સાઉથ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun)ની ફિલ્મ 'પુષ્પા 2' (Pushpa: The Rule)ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે મેકર્સે પહેલા ગીતનો પ્રોમો રિલીઝ કર્યો છે.
ADVERTISEMENT
ફેન્સ જોઈ રહ્યા છે આતુરતાથી રાહ
'પુષ્પાઃ ધ રાઇઝ' એ અલ્લુ અર્જુનને પૈન ઈન્ડિયા સ્ટાર બનાવી દીધા હતા. આ ફિલ્મની સફળતા બાદ હવે ફેન્સ 'પુષ્પા 2' ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું હતું, જેણે ફિલ્મ માટે ફેન્સની ઉત્સુકતા વધારી દીધી હતી. હવે મેકર્સે 'પુષ્પા 2'ના પહેલા ગીતની ઝલક બતાવી છે.
શ્રી પ્રસાદે ગાયું છે ગીત
અલ્લુ અર્જુને ફિલ્મના પહેલા ગીતની ઝલક બતાવી છે. તેમાં 'પુષ્પા'ના હાથોની આંગળીઓ દેખાડવામાં આવી છે, જેના એક નખ પર નેઈલ પેઈન્ટ છે. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ ગીતને દેવી શ્રી પ્રસાદે ગાયું છે, જેઓ આ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર છે.
'પુષ્પા પુષ્પા'એ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી
ગીતની માત્ર એક નાની ઝલક જોવા મળી છે. પરંતુ આટલાએ જ સોશિયલ મીડિયા પર આગ લગાડી દીધી છે. ફેન્સનું માનવું છે કે અલ્લુ અર્જુનની આ ફિલ્મ તેમની અગાઉની ફિલ્મની સાથે સાથે આ વર્ષની કેટલીક બોલિવૂડ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે.
આ તારીખે રિલીઝ થશે ફિલ્મ
ફિલ્મ 'પુષ્પા 2'નું આ પહેલું ગીત 1 મેના રોજ રિલીઝ થશે. આખું ગીત સવારે 11.07 વાગ્યે રિલીઝ થશે. અલ્લુ અર્જુનના લુકની સાથે રશ્મિકા મંદાનાનો લુક પણ સામે આવી ચૂક્યો છે.
ADVERTISEMENT