અમદાવાદ : ભાજપ નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સોમવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. તેમણે મોદી સરનેમ માનહાની કેસમાં સુપ્રીમ કોર્ટને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલને ફગાવવાની માંગ કરી. તેમણે પોતાની દલીલમાં કહ્યું કે, રાહુલે મોદી સરનેમના તમામ લોકો, ખાસ કરીને ગુજરાતની મોઢ વણિક જાતીના લોકોને બદનામ કર્યા છે. પૂર્ણેશ મોદીએ 2019 માં ગાંધીની વિરુદ્ધ ગુનાહિત માનહાનીને કેસ દાખલ કર્યો હતો.
ADVERTISEMENT
મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલે 13 એપ્રીલ, 2019 ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણીની જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે તમામ ચોરોના સરનેમ મોદી કેમ છે? રાહુલ ગાંધીની અપીલ પર પોતાના લેખિત જવાબમાં પુર્ણેશ મોદીએ શીર્ષ કોર્ટે કહ્યું કે, આ એક સ્થાપિત કાયદો છે કે અસાધારણ કાયદાથી દુર્લભતમ કેસમાં સજા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. અરજદાર (રાહુલ ગાંધી)નો મામલો સ્પષ્ટ રીતે તે શ્રેણીમાં નથી આવતા. વકીલ પીએસ સુધીના માધ્યમથી દાખલ પોતાના 21 પેજના જવાબમાં પુર્ણેશ મોદીએ કહ્યું કે, જિરહ દરમિયાન રાહુલ ગાંધી ન માત્ર બચાવ પક્ષના મામલે પ્રભાવ નાખવામાં નિષ્ફળ રહ્યા, વ્યાવહારિક રીતે મોદી સરનેમ વાળા લોકોની માનહાનીની વાતનો સ્વિકાર કર્યો.
ભાજપ નેતા પુર્ણેશ મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધીનું વલણ તેમને કોઇ પણ પ્રકારની રાહતથી વંચિત કરે છે. આ અહંકારી વૃતિ નારાજ સમુદાય પ્રત્યે અસંવેદનશીલતા અને કાયદા પ્રત્યેની અવગણના દર્શાવે છે. રાહુલ ગાંધીની દોષસિદ્ધિ ટ્રાયલ કોર્ટે સમક્ષ રજુ કરાયેલા પુરાવાઓ પર આધારિત છે. રાહુલની દોષસિદ્ધિ પર રોક લગાવવાનો કોઇ જ આધાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટે ગુજરાત હાઇકોર્ટના 7 જુલાઇના નિર્ણયને પડકારનારી રાહુલ ગાંધીની અપીલ અંગે સુનાવણી કરનારી છે. જેમાં કોર્ટે રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધનો ઇન્કાર કરી દીધો હતો.
ADVERTISEMENT