નવી દિલ્હી : લોકપાલની એન્ટિ-કરપ્શન બ્રાન્ચે ગઈકાલે ભાજપના ધારાસભ્ય મદલ વીરુપક્ષપ્પાના દીકરા પ્રશાંત મદલની 40 લાખ રૂપિયાની લાંચ લેતી વખતે રંગે હાથ ઝડપાયા હતા. દરમિયાન તેમની ઓફિસમાંથી સર્ચ દરમિયાન 1.7 કરોડ રૂપિયાથી વધુની રોકડ પણ મળી આવી હતી. કર્ણાટકે લોકપાલને જણાવ્યું કે, પ્રશાંત મદલ BWSSBમાં ચીફ એકાઉન્ટન્ટ છે.આજે લોકપાલના અધિકારીઓએ બેંગલુરુમાં પ્રશાંત મદલના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાંથી લગભગ 6 કરોડ રૂપિયા રોકડ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ADVERTISEMENT
ભાજપના ધારાસભ્યના પુત્રએ 40 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા
ગઈકાલે ભાજપના ધારાસભ્યના પુત્રને 40 લાખ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથે પકડી પાડ્યા પછી લોકપાલ અધિકારીઓએ દરોડા પાડ્યા અને તેના તેમજ તેના સહયોગીઓના ઘરેથી અત્યાર સુધીમાં 7.62 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ દરોડા ધારાસભ્યના ઘરે પણ ચાલી રહ્યા છે. લોકપાલની ટીમે ભાજપના ધારાસભ્ય વીરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંતના ઘરે અને કાર્યાલયમાંથી રોકડ રકમ ઝડપી પાડી હતી. જેઓ બેંગલુરુ પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (બીડબ્લ્યુએસએસબી)ના ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.
BJP ના ધારાસભ્યના પુત્ર પાસેથી કરોડોની રોકડ અને દાગીના મળ્યા
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે BJP MLA વીરુપક્ષપ્પાની ઓફિસમાં દરોડા પાડીને લોકપાલ ટીમે MLAના પુત્ર અને સરકારી અધિકારી પ્રશાંતને 40 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં પકડ્યો હતો. ઓફિસમાં તપાસ દરમિયાન 40 લાખ સિવાય 1 કરોડ 22 લાખ રોકડ પણ મળ્યા હતા. તપાસ અધિકારીઓના અનુસાર, સ્પષ્ટ છે કે ઓફિસમાં મળેલા 1 કરોડ 62 લાખ રૂપિયા રુશ્વતના રૂપિયા છે. તેમના ઘરેથી જે 6 કરોડ રૂપિયા રોકડ અને ઘરેણાં મળ્યાં છે, જો કે સોર્સ ઓફ ઇન્કમને લઇને આરોપી પ્રશાંતની પૂછપરછ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, 40 લાખ રૂપિયા રોકડ સોંપવા આવેલા પ્રશાંતના સંબંધી સિદ્ધેશ, લેખાકાર સુરેન્દ્ર તેમજ નિકોલસ અને ગંગાધર નામનાં બે અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જો કે વીરુપક્ષેએ આ સમગ્ર ઘટનાક્રમ અંગે કોઇ લેવાદેવા નહી હોવાનું જણાવ્યું
પ્રશાંતના પિતા મદલ વીરુપક્ષપ્પા કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરીના ધારાસભ્ય છે. તેમણે કહ્યું- મને આ અંગે કોઈ જાણકારી નથી. આ અંગે મને જાણકારી મીડિયા દ્વારા મળી છે. આ અંગે મેં મારા દીકરા સાથે વાત કરી નથી, કેમ કે તે હવે લોકપાલની કસ્ટડીમાં છે. હું કોઈ ટેન્ડરમાં સામેલ નથી. સમગ્ર ઘટના સાથે મારે કોઇ લેવા દેવા નથી. સમગ્ર લેવડ દેવડ તેની પોતાની છે. તે પોતે પણ એક પ્રતિષ્ઠિત પદ પર છે તેથી તેમને લેવડ દેવડ હોઇ શકે છે.
ADVERTISEMENT