Punjab News: પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત (Banwarilal Purohit) અને મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યા. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે આપ સરકાર પર સંવિધાનની વિરુદ્ધ કામ કરવા અને તેમના પત્રોનો જવાબ નહી આપવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યપાલે સીએમ ભગવંત માનને પત્ર લખીને ચેતવણી ઉચ્ચારી છે કે, જો તેમણે તેમના પત્રોનો જવાબ નહી આપે તો તેઓ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.
ADVERTISEMENT
સીએમ રાજ્યને પોતે બાદશાહ હોય તે પ્રકરે ચલાવતા હોવાનો આક્ષેપ
અત્રે ઉલ્લેખનીય છે કે, બનવારીલાલ પુરોહિતે કહ્યું કે, રાજ્યપાલ દ્વારા મંગાયેલી માહિતી ન આપવું સ્પષ્ટ રીતે સંવૈધાનિક કર્તવ્યનું અપમાન છે. જે સીએમ ભગવંત માન પર લગાવાયું છે. એવું નહી કરવા અંગે મારી પાસે કાયદો અને સંવિધાન અનુસાર કાર્યવાહી કરવા ઉપરાંત કોઇ વિકલ્પ નહી હોય. તે પહેલા રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે સીએમ ભગવંત માન પર જુનમાં થયેલા વિધાનસભા સત્ર દરમિયાન તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
રાજ્યપાલ પાસે ઘણી શક્તિઓ
આ પહેલા પણ રાજ્યપાલ પુરોહિતે સીએમ માન પર તંત્રના મામલે માહિતી નહી આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. બીજી તરફ તેમણે કહ્યું હતું કે, ગત્ત દિવસોમાં વિધાનસભા સત્ર દરમિયાન પાસ થયેલા ચાર ધારાસભ્યોમાંથી એક રાજ્ય યુનિવર્સિટીમાં કુલપતિઓની નિયુક્તિ માટે રાજ્યપાલની શક્તિઓને છીનનારા હતા. પુરોહિતે આ સમગ્ર પ્રકારના બિનકાયદેસર ગણાવ્યા હતા. પુરોહિતે સીએમ માન પર સંવિધાનની કલમ 167 ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.
કોઇ પણ પત્રનો નથી મળ્યો જવાબ
રાજ્યપાલ પુરોહિતે કહ્યું હતું કે, મુખ્યમંત્રી રાજ્યપાલ દ્વારા માંગવામાં આવેલી કોઇ પણ તંત્રની માહિતી ને પ્રસ્તુત કરવા માટે બાધ્ય છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં માર્ચમાં પણ તેમને સંવૈધાનિક પ્રાવધાનનું સન્માન કરવાની સલાહ આપી હતી. ત્યાર બાદ તેમણે મુખ્યમંત્રીને 10-15 પત્ર લખ્યા પરંતુ તેમાંથી એકનો પણ જવાબ નહોતો મળ્યો અધુરો જવાબ મળ્યો. તેમણે કહ્યું કે, હું કોઇ પણ માહિતી માંગુ છું તો સીએમ માન નારાજ થઇ જાય છે. પુરોહિતે સીએમ માન પર નિવેદનનો વિરોધ કરતા કહ્યું કે, તેઓ કહે છે કેમાત્ર 3 કરોડ પંજાબીઓ પ્રત્યે જવાબદાર છે. રાજભવન પ્રત્યે નહી. પરંતુ તેમને રાજ્યને સંવિધાન અનુસાર ચલાવવાનું છે. પોતાની સનક અનુસાર નહી. પુરોહિતે કહ્યું કે, તમે આ રાજ્યના મુખ્યમંત્રી છો કોઇ બાદશાહ નહી.
ADVERTISEMENT