ખાનગી ડોક્ટરોને મલાઇમાં જ રસ છે, દર્દી તો ઠીક હવે સરકાર પાસે પૈસા પડાવવા બાંયો ચડાવી

અમદાવાદ : ગુજરાતમાં ડાયાલિસીસની સેવા આપતી PMJAY હેઠળ ખાનગી હોસ્પિટલોએ મોરચો માંડ્યો છે. તેમણે ત્રણ દિવસ માટે ડાયાલિસીસની સેવા બંધ રાખવા માટેનો નિર્ણય લીધો છે.…

PMJay Yojna case

PMJay Yojna case

follow google news

અમદાવાદ : ગુજરાતમાં ડાયાલિસીસની સેવા આપતી PMJAY હેઠળ ખાનગી હોસ્પિટલોએ મોરચો માંડ્યો છે. તેમણે ત્રણ દિવસ માટે ડાયાલિસીસની સેવા બંધ રાખવા માટેનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 14 થી 16 ઓગસ્ટ દરમિયાન PMJAY હેઠળની ડાયાલિસીસની સારવાર બંધ રાખવા માટેનો આદેશ અપાશે.

17 ટકાનો ઘટાડો કરતા વિરોધ

PMJAY યોજના હેઠળ ડાયાલિસિસની રકમમાં 17 ટકાનો ઘડાડો કરાઇ રહ્યો છે. નેફ્રોલોજી એસોસિએશને રાજ્યમાં સારવાર બંધ રાખવાની જાહેરાત કરી છે. ડાયાલિસિસની રકમ 2 હજાર ઘટાડીને 1 હજાર 650 કરાતા વિરોધ કરાઇ રહ્યો છે. જેના પગલે ડાયાલિસિસના દર્દીઓને 3 દિવસ માટે સરકારી હોસ્પિટલો અથવા તો પોતાના ખર્ચે સારવાર લેવી પડશે.

ડાયાલિસિસ ફિલ્ડર પુન:ઉપયોગમાં લેવા માંગ

નેશનલ હેલ્થ ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર પેકેજ ચુકવવા માંગ કરવામાં આવી રહી છે. વધારેમાં અન્ય રાજ્યોની જેમ ડાયાલિસિસ પેકેજની રકમ 2500 કરવાની માંગ કરાઇ છે. કેન્દ્રીય માર્ગદર્શિકા અનુસાર ડાયાલિસિસ ફિલ્ડરનો ફરી ઉપયોગમાં લેવા સરકાર મંજૂરી આપે તેવી માંગ કરવામાં આવી રહી છે.

    follow whatsapp