મુકેશ અંબાણીના પૌત્ર Prithvi Ambaniના બર્થડે પર ગ્રાન્ડ સેલિબ્રેશન, દીકરા અગસ્ત્ય સાથે પહોંચી નતાશા

મુંબઈ: દેશના મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના પૌત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પુત્ર પૃથ્વી બે વર્ષના થઈ ગયા છે. અંબાણી ફેમિલીએ પૃથ્વી અંબાણીના બીજા બર્થ-ડેની…

gujarattak
follow google news

મુંબઈ: દેશના મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના પૌત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પુત્ર પૃથ્વી બે વર્ષના થઈ ગયા છે. અંબાણી ફેમિલીએ પૃથ્વી અંબાણીના બીજા બર્થ-ડેની ગ્રાન્ડ પાર્ટી મુંબઈના જિયો ગાર્ડનમાં રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પોતાના બાળકો સાથે પહોંચી હતી. છોટે અંબાણીના બર્થડે બેશમાં ફિલ્મમેકર કરણ જોહર પણ પોતાના બંને સંતાનો યશ અને રૂહી સાથે પહોંચ્યા હતા. પાર્ટીમાં નતાશા સ્ટેનકોવિક દીકરા અગસ્ત્ય સાથે પહોંચી હતી. જ્યારે કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી પણ આવી હતી.

આ પણ વાંચો: રિષભ પંતનો અકસ્માત ખાડાના લીધે થયો કે ઝોકું આવતા? ઉત્તરાખંડના CM અને NHAIમાંથી કોણ સાચું

કઈ થીમ પર હતી પૃથ્વી અંબાણીની બર્થડે પાર્ટી?
આકાશ અંબાણીના દીકરા પૃથ્વી અંબાણીની બર્થ-ડે પાર્ટી વિન્ટર વંડરલેન્ડ-થીમ પર બેઝ્ડ હતી. એન્ટ્રી ગેટને મોટા અને ચમકદાર વાદળી રંગના ફુગ્ગાઓ સાથે ડેકોરેટ કરાયો હતો. અંદર પણ ડેકોરેશન કરાયું હતું. આ દરમિયાન આકાશ અંબાણી અને શ્લોકા પોતાના લાડલાને તેડીને વેન્યૂ પર પહોંચ્યા હતા. આ દરમિયાન આકાશ વાદળી રંગના શર્ટ અને ડેનિમ જીન્સમાં દેખાયા હતા, જ્યારે બર્થડે બોય પૃથ્વીએ ચેક શર્ટ સાથે ડેનિમ પહેર્યું હતું.

2019માં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા
શ્લોકા અને આકાશ અંબાણી સ્કૂલના દિવસોથી જ એકબીજાના સારા મિત્રો રહ્યા છે. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચ 2019ના રોજ શ્લોકા મહેતા સાથે થયા હતા.

શ્રીનાથજીમાં અનંત અંબાણી અને રાધિકાની સગાઈ થઈ
નોંધનીય છે કે, તાજેતરમાં જ અંબાણી ફેમિલીમાં સૌથી નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઈ હતી. રાજસ્થાનના શ્રીનાથજી પરિસરમાં અનંતની સગાઈ થઈ, જેમાં મુકેશ અંબાણી તથા નીતા અંબાણી સહિત સમગ્ર અંબાણી પરિવાર ઉપસ્થિત હતો.

 

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp