સંગીતની દુનિયામાં પણ PM મોદીનો વાગ્યો ડંકો, વડાપ્રધાને લખેલું ગીત ‘એબન્ડન્સ ઈન મિલેટ્સ’ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય-અમેરિકી ગાયક ફાલુ ગૌરવ શાહ સાથે મળીને બાજરીના ફાયદાઓ પર ગીત લખ્યું હતું. તે ગીતને હવે સંગીતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પુરસ્કાર ગ્રેમી માટે…

gujarattak
follow google news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય-અમેરિકી ગાયક ફાલુ ગૌરવ શાહ સાથે મળીને બાજરીના ફાયદાઓ પર ગીત લખ્યું હતું. તે ગીતને હવે સંગીતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પુરસ્કાર ગ્રેમી માટે નામાંકિત થયું છે. ગીતનું શીર્ષક ‘એબન્ડન્સ ઈન મિલેટ્સ’ છે. આ ગીતને ફાલ્ગુની શાહ અને તેમના પતિ ગૌરવ શાહે ગાયું છે.

આ ગીત પણ થયા નોમિનેટ

આ ઉપરાંત ‘શેડો ફોર્સિસ’ માટે અરુઝ આફતાબ, વિજય ઐયર અને શહઝાદ ઈસ્માઈલી, ‘અલોન’ માટે બર્ના બોય, ‘ફીલ’ માટે ડેવિડો, ‘મિલાગ્રો વાઈ ડિસાસ્ટ્રે’ માટે સિલ્વાના એસ્ટ્રાડા, બેલા ફ્લેક, એડગર મેયર અને ઝાકિર હુસૈન, ‘પશ્ત’ માટે રાકેશ ચૌરસિયા, ‘ટોડો કોલોરસ’ માટે ઈબ્રાહિમ માલૌફ, સીમાફંક અને ટૈંક પણ નોમિનેટ થયા છે.

બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ

એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીતને ગ્રેમી એવોર્ડ્સની બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ વિશ્વને બાજરીના ફાયદાઓથી પરિચિત કરાવવા માટે ફાલુ ગૌરવ શાહ સાથે મળીને આ ગીત લખ્યું હતું. આ ગીત ફાલુ એટલે કે ફાલ્ગુની શાહ અને તેમના પતિ ગૌરવ શાહે ગાયું હતું.

2022માં પણ ફાલુ શાહને અપાયો હતો એવોર્ડ

વર્ષ 2022માં પણ ફાલુ શાહને ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, ફાલુ શાહને આ એવોર્ડ અ કલરફુલ વર્લ્ડ માટે બેસ્ટ ચિલ્ડ્રન્સ આલ્બમ કેટેગરીમાં મળ્યો હતો. એવોર્ડ મળ્યા બાદ તેઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

    follow whatsapp