Jagdeep Dhankhar Mimicry: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાત કહી છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ ફોન કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત દરમિયાન એમ પણ કહ્યું છે કે તેઓ પણ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતાં ઉપરાષ્ટ્રપતિએ લખ્યું છે કે, ‘પીએમ મોદી સાથે ટેલિફોન પર વાતચીત થઈ. તેમણે પવિત્ર સંસદ પરિસરમાં કેટલાક સાંસદોના ઘૃણાસ્પદ થિયેટ્રિક્સ પર દુઃખ વ્યક્ત કર્યું. વાતચીત દરમિયાન તેમણે મને ફોન પર જણાવ્યું કહ્યું કે તેઓ છેલ્લા વીસ વર્ષથી આ પ્રકારના અપમાન સહન કરી રહ્યા છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદની સાથે સંસદમાં આવું થવું દુર્ભાગ્યપૂર્ણ છે.’
‘મૂલ્યો માટે પ્રતિબદ્ધ છું’
ઉપરાષ્ટ્રપતિએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, ‘મેં તેમને (પીએમ મોદી) કહ્યું કે કેટલાક લોકોની હરકતો મને મારી ફરજ નિભાવતા અને આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને જાળવી રાખવાથી રોકી શકે નહીં. હું દિલથી એ મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છું. કોઈ પણ અપમાન મને મારો રસ્તો બદલવા માટે મજબૂર કરી શકશે નહીં.’
ADVERTISEMENT