નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મારી નાખવાની ધમકી આપતા એક વ્યક્તિના બે ફોન દિલ્હી પોલીસને આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફોન કરનારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મારી નાખવાની ધમકી પણ આપી છે. કોલ કરનારને શોધવા માટે દિલ્હી પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી દારૂ પીધેલો છે અને ટૂંક સમયમાં તેને પકડી લેવામાં આવશે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે તેના પરિવાર સુધી પહોંચી ગયા છીએ. તે આલ્કોહોલિક છે અને ગત રાતથી તે સતત દારૂ પીતો હતો. હાલમાં તે પોતાના ઘરે હાજર નથી. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
ADVERTISEMENT
આજે સવારે એક વ્યક્તિએ પીસીઆર પર બહારી જિલ્લાની પોલીસને ફોન કરી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મારી નાખવાની ધમકી આપી. આ પછી તેણે ફરી ફોન કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મારી નાખવાની ધમકી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી યુવકની ઓળખ સંજય વર્મા તરીકે થઈ છે અને તે દિલ્હીના માદીપુર વિસ્તારનો રહેવાસી છે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને Z-કેટેગરીની સુરક્ષા છે, જ્યારે બિહારના સીએમ નીતિશ કુમારની સુરક્ષા SSG પાસે છે. પ્રોટોકોલ મુજબ તેને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે.
એપ્રિલ મહિનામાં મોદીને મળી હતી ધમકી
આ વર્ષના એપ્રિલ મહિનામાં પોલીસે કેરળમાં ભાજપ કાર્યાલયમાં પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મોકલવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીની 22 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીનું નામ જેવિયર હોવાનું જણાવાયું હતું. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે જેવિયરે તેના પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો.
ધમકી આપનારની ઓળખ થઈ ચૂકી
દિલ્હી પોલીસે જણાવ્યું કે ધમકી આપનાર યુવકની ઓળખ થઈ ગઈ છે અને તેનું નામ સંજય વર્મા છે. આ વ્યક્તિ દિલ્હીના માદીપુર વિસ્તારનો રહેવાસી છે. પરિવારજનોએ જણાવ્યું કે, સંજય ગત રાતથી દારૂ પી રહ્યો છે અને ઘરે આવ્યો નથી. સાથે જ પોલીસ તેને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે અમે તેની ટૂંક સમયમાં ધરપકડ કરીશું. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ પીએમ મોદી અને સીએમને મારી નાખવાની ધમકી આપી હોય.
ADVERTISEMENT