નવી દિલ્હી : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનો શિલાન્યાસ થવાનો છે. જે અંગે સમગ્ર દેશમાં જોશનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલું જ નહી યુપીની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવાર દ્વારા ડોક્ટર્સને અપીલ કરવામાં આવી રહી છે કે, તેમના બાળકનો જન્મ 22 જાન્યુઆરીએ થાય તેવો પ્રયાસ કરે. મહિલાઓનું કહેવું છે કે, તેમની ડિલીવરીની ડેટ જે પણ હોય પરંતુ ડોક્ટર તેમના બાળકનો જન્મ 22 તારીખે જ કરાવે.
ADVERTISEMENT
GSVM હોસ્પિટલે બમણા ઓપરેશન માટેની તૈયારી કરી
GSVM મેડિકલ કોલેજના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના અધ્યક્ષા ડોક્ટર સીમા દ્વિવેદીએ કહ્યું કે, તેમની પાસે એક લેબરરૂમમાંથી 14-15 ડિલીવરી થાય છે. જો કે આ વખતે મહિલાઓ અને તેમના પરિવારે મને અપીલ કરી છે કે, તેમના બાળકનો જન્મ 22 જાન્યુઆરીએ જ થાય.
22 જાન્યુઆરીએ જ માતા અને પરિવાર કેમ બાળક ઇચ્છે છે
નોર્મલ ડિલીવરી અંગે તો કાંઇ કહી શકાય નહી પરંતુ જેમનું ઓપરેશન થવાનું છે તેમાંથી અનેક લોકોને સમજાવાયું કે ડેટ આગળ પાછળ થઇ શકે છે. 33 જાન્યુઆરીએ 30 ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે એક દિવસમાં 14 થી 15 ઓપરેશન જ થઇ શકે છે.
યુપીની હોસ્પિટલે એક સાથે 30 ઓપરેશનની વ્યવસ્થા કરી
બીજી તરફ લેબર રૂમમાં હાલમાં ગર્ભવતી મહિલાઓનું કહેવું છે કે, અમે ઇચ્છીએ છીએ કે, અમારા ઘરે પણ રામલલાનું આગમન થાય. 100 વર્ષથી રામ મંદિરની રાહ જોવાઇ રહી હતી. હવે તે શુભ ઘડી આવી રહી છે તો અમારા ઘરે પણ આ શુભ ઘડી વધારે શુભ બનીને આવે. મહિલાના પરિવારનું કહેવું છે કે, અમે રામને પુછીએ છીએ રામ જેવું સ્વરૂપ કોઇનું નહી અને ભાગ્યની વાત હશે કે અમારા ઘરે તે દિવસે બાળકનું આગમન થાય.
22 જાન્યુઆરીએ રામલલા ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરી 2024 ના રોજ રામલલા ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. રામ મંદિરમાં મૂર્તિ સ્થાપનાનો સમય 12.29 મિનિ 8 સેકન્ડથી 12 વાગીને 30 મિનિટ 32 સેકન્ડ સુધી રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનું જ મુહર્ત રહેશે.
ADVERTISEMENT