નવી દિલ્હી: મુંબઈની ટ્રાફિક પોલીસને 26/11 જેવી હુમલાની ધમકી મળી છે. ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર એક મેસેજ કરી અને ધમકી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં 26/11 જેવો હુમલો થવાની સંભાવના છે.
ADVERTISEMENT
મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ વોટ્સએપ પર પાકિસ્તાની નંબર પરથી મેસેજ આવ્યો છે. મેસેજ કરનારે કહ્યું કે જો તમે તેનું લોકેશન ટ્રેસ કરશો તો તે તેને ભારતની બહાર બતાવશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે. એવું કહેવામાં આવ્યું છે કે છ લોકો ભારતમાં આ ઘટનાને અંજામ આપશે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
હુમલામાં ભારતીયનો સાથ?
ટ્રાફિક પોલીસ કંટ્રોલના નંબર પર પાકિસ્તાની પરથી વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અભિનંદન, મુંબઈમાં હુમલો થવાનો છે. આ હુમલો 26/11ની નવી યાદ લાવશે. આમાં 7 મોબાઈલ નંબર પણ શેર કરવામાં આવ્યા છે. તેની બાજુમાં લખ્યું છે કે મુંબઈને ઉડાવી દેવાની તૈયારી. મેસેજમાં લખવામાં આવ્યું છે કે UP ATS મુંબઈ ઉડાડી દેવ માંગે છે. આમાં કેટલાક ભારતીયો મારી સાથે છે. આમાંથી કેટલાકના નામ પણ મેસેજમાં શેર કરવામાં આવ્યા છે.
મેસેજમાં કસાબનો ઉલ્લેખ
મેસેજમાં લખ્યું છે કે લોકેશન અહી બતાવશે, પરંતુ મુંબઈમાં બ્લાસ્ટ થશે. અમારું કોઈ લોકેશન નથી હોતું. દેશની બહારનું લોકેશન ટ્રેસ થશે . આ સાથે ઉદયપુરના કન્હૈયાલાલ મર્ડરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં માથું શરીરથી અલગ કરવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય સિદ્ધુ મુસેવાલા અને અમેરિકાના હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અજમલ કસાબ વિશે પણ લખવામાં આવ્યું છે.
ADVERTISEMENT