અલ્હાબાદ યુનિવર્સિટીમાં આગચંપી અને ફાયરિંગ, વિદ્યાર્થીઓ-ગાર્ડ્ઝ વચ્ચે બબાલ, અડધો ડઝન સ્ટૂડન્ટ ઘાયલ

પ્રયાગરાજઃ પ્રયાગરાજની અલ્હાબાદ યુનિવર્સિટીમાં સોમવારે મોટી માથાકૂટ થઈ ગઈ છે, જેમાં અડધો ડઝન વિદ્યાર્થીઓ ઘાટલ થયા છે. વિદ્યાર્થીઓ અને ગાર્ડ્સ વચ્ચે જોરદાર ઈંટ પથ્થરો ફેંકાયા…

gujarattak
follow google news

પ્રયાગરાજઃ પ્રયાગરાજની અલ્હાબાદ યુનિવર્સિટીમાં સોમવારે મોટી માથાકૂટ થઈ ગઈ છે, જેમાં અડધો ડઝન વિદ્યાર્થીઓ ઘાટલ થયા છે. વિદ્યાર્થીઓ અને ગાર્ડ્સ વચ્ચે જોરદાર ઈંટ પથ્થરો ફેંકાયા છે. વિદ્યાર્થીઓએ સુરક્ષા ગાર્ડ પર ગોળી ચલાવવાનો પણ આરોપ લગાવ્યો છે. આ માથાકૂટ દરમિયાન પૂર્વ વિદ્યાર્થી વિવેકાનંદ પાઠક સહિત ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ દોડી આવ્યું છે.

વાહનોમાં લગાવી આગ
જાણકારી મળી રહી છે કે વિદ્યાર્થી સંઘને લઈને વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું હતું. દરમિયાન વિદ્યાર્થીઓ અને સુરક્ષા ગાર્ડ્સ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ કે ઈંટ-પથ્થર ફેંકાવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં તોડફોડ કરીને કેટલાક વાહનોમાં આગ લગાવી દીધી હતી.

વિવેકાનંદ પાઠક સહિતના વિદ્યાર્થીઓ ઘાયલ
દરમિયાન પૂર્વ વિદ્યાર્થી વિવેકાનંદ પાઠક સહિત ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સુરક્ષા ગાર્ડ્ઝ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે અને યુનિવર્સિટીમાં પાર્ક કરાયેલા ઘણા વાહનોના કાચ તોડી નાખ્યા છે.

વિદ્યાર્થીઓ દ્વારા તોડફોડ
અથડામણની માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ દળ સ્થળે પહોંચી ગયું હતું અને ઈંટ-પથ્થર ફેંકી રહેલા વિદ્યાર્થીઓને કાબુમાં કરવાના પ્રયત્નો કરાયા છે. હાલ પણ યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થિઓ તોડફોડ કરી રહ્યા છે. (આ લખાય છે ત્યારે)

પોલીસ કમિશનર પણ યુનિવર્સિટી તરફ દોડી ગયા
અત્યાર સુધી મળી રહેલી જાણકારી પ્રમાણે, અલ્હાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના પુનઃસ્થાપન કરવાની માગ કરી રહેલા વિદ્યાર્થીઓ રજાનો દિવસ હોવા છતા વિદ્યાર્થી સંઘ ભવન પર બંધ તાળાને ખોલવાના પ્રયત્નો કરતા હતા. આ દરમિયાન યુનિવર્સિટીમાં તૈનાત ગાર્ડ્ઝએ તેમને રોકવાના પ્રયત્નો કર્યા, ત્યારે જ બંને પક્ષો વચ્ચે વિવાદ થઈ ગયો હતો. બબાલની જાણકારી મળતા જ પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્મા પોતે પણ યુનિવર્સિટી દોડી ગયા હતા અને સ્થિતિને સંભાળવાના પ્રયાસોમાં લાગી ગયા છે.

જાણો શું છે માથાકૂટનું ખરું કારણ
પોલીસનું કહેવું છે કે, ‘પૂર્વ વિદ્યાર્થી નેતા વિવેકાનંદ પાઠક કારથી યુનિવર્સિટીની અંદર જઈ રહ્યા હતા, જેમને યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડે રોકી લીધા હતા, પછી વિવેકાનંદે સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારી દીધી હતી, જે પછી ત્યાં હાજર સિક્યૂરિટી ગાર્ડ્ઝએ વિવેકાનંદને ફટકાર્યો હતો, માહિતી મળવા પર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા અને સિક્યૂરિટી ગાર્ડ્ઝ સાથે મારામારી કરી હતી, જેના પર સિક્યૂરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.’

    follow whatsapp