નાગપુર: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલમાં જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાઈ હતી. જેમાં એક યુવતી ખૂબ ચર્ચામાં આવી હતી. હાથમાં શુભમન ગિલના નામનું પોસ્ટર લઈને ઊભેલી ફેન ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચેની પ્રથમ ટેસ્ટ પહેલા નાગપુર શહેરમાં છવાઈ ગઈ છે. નાગપુરમાં ઠેર-ઠેર એક ડેટિંગ એપ દ્વારા આ યુવતીના હાથમાં પોસ્ટર સાથેના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે, ‘શુભમન અહીં તો જોઈ લો.’ ત્યારે આ પોસ્ટ પર હવે ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર ઉમેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
મોદી સ્ટેડિયમમાં દેખાયેલી ફેન ગર્લ નાગપુરમાં છવાઈ
ભારતે હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સીરિઝ રમી. જેને ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી હતી. સીરિઝની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ હતી. આ મેચમાં શુભમન ગિલે સદી ફટકારી હતી. મેચ દરમિયાન ગિલની એક ફેને પોસ્ટર પર પ્રપોઝલ લખ્યું હતું જેમાં લખ્યું હતું, ‘ટિંડર શુભમન સાથે મેચ કરાવી દો.’ હવે નાગપુરમાં આ ફેન ગર્લની તસવીર લગાવીને ડેટિંગ એપે લખ્યું છે, શુભમન અહીં તો જોઈ લો. હોર્ડિંગ્સ પર દેખાતી છોકરીની ફોટો પર ઉમેશ યાદવે ટ્વીટ કર્યું છે. અને કહ્યું છે, ‘આખું નાગપુર બોલી રહ્યું છે, શુભમન ગિલ હવે તો જોઈ લે.’
ગિલે અમદાવાદમાં કર્યા હતા 126 રન
અમદાવાદની ટી-20માં શુભમન ગિલને એક યુવતીએ પોસ્ટર દ્વારા પ્રપોઝ કર્યું હતું. આ મેચમાં ગિલે તોફાની ઈનિંગ્સ રમતા 63 બોલમાં 126 રન બનાવ્યા હતા. જો 12 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. હવે ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમશે. જેની પહેલી મેચ નાગપુરમાં રમાશે. આ માટે ટીમ ત્યાં પહોંચી ગઈ છે.
ADVERTISEMENT