નવી દિલ્હી : ઇઝરાયેલ-પેલેસ્ટાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના વચ્ચે વિશ્વના અનેક દેશો પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે અને અલગ અલગ દેશો પોત પોતાની અનુકુળતા અનુસાર સમર્થન પણ જાહેર કરી રહ્યા છે. જો કે હવે અલગ અલગ વ્યક્તિઓ પણ પોત પોતાના મંતવ્યો રજુ કરી રહ્યા છે. તેવામાં મીયા ખલીફાએ સોશિયલ મીડિયા પર ચોંકાનારુ નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
પોર્ન સ્ટાર મિયા ખલીફાની સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ
પોર્ન સ્ટાર મિયા ખલીફાએ સોશિયલ મીડિયા પર પેલેસ્ટાઇનના હુમલાને યોગ્ય ગણાવ્યો હતો. આ ઉપરાંત પોતે પેલેસ્ટાઇનને સમર્થન પણ આપ્યું છે. મિયા ખલીફાના નિવેદન પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, તે ઇઝરાયેલ પર પેલેસ્ટાઇન દ્વારા કરેલા રોકેટ હુમલાને યોગ્ય ઠેરવી રહ્યા છે. આ ઉપરાંત પેલેસ્ટાઇનના લોકોને એકતા જાળવવા માટે પણ અપીલ કરી છે.
If you can look at the situation in Palestine and not be on the side of Palestinians, then you are on the wrong side of apartheid and history will show that in time
— Mia K. (@miakhalifa) October 7, 2023
પેલેસ્ટાઇનના લોકોએ એક થઇને લડવું પડશે
સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં મિયા ખલીફાએ લખ્યું છે કે, જો તમે પેલેસ્ટાઇનની સ્થિતિ જોઇ શકો છો. તો પણ પેલેસ્ટાઇનનાં પક્ષમાં નથી તો માત્ર રંગભેદના કારણે ખોટા પક્ષમાં છો. સમય આવ્યે તમને ઇતિહાસ ખોટા ઠેરવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ વૈશ્વિક મુદ્દો બની ચુક્યો છે. સમગ્ર વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઇ ચુક્યા છે. તેવામાં વિશ્વયુદ્ધ સમયે જે પ્રકારે દેશો વહેંચાઇ ગયેલા હતા તે પ્રકારે જ અત્યારે પણ સમગ્ર વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઇ ચુક્યા છે.
મિયા ખલીફા અનેકવાર પેલેસ્ટાઇન અંગે અવાજ ઉઠાવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, પેલેસ્ટાઇન મુદ્દે મિયા ખલીફા અનેક વખત અવાજ ઉઠાવી ચુકી છે. પેલેસ્ટાઇનના સમર્થનમાં હાલમાં જ મિયાએ લેબનીઝ-અમેરિકન મીડિયામાં પણ અનેક નિવેદનો આપ્યા હતા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઇ છે. મિયા ખલીફાના નિવેદનના પગલે સોશિયલ મીડિયા યુઝર્સ ટ્વીટર એકાઉન્ટ પર તે અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT