- પ્રખ્યાત સોશિયલ મીડિયા સ્ટાર પૂનમ પાંડેનું નિધનની ચર્ચાએ જોર પકડયું
- મૃત્યુના સમાચાર પણ વિવાદ બની ગયા
- તેના મૃત્યુને લઈને પણ ઘણા વણઉકેલ્યા પ્રશ્નો છે
Poonam Pandey Death News: પ્રખ્યાત સોશિયલ મીડિયા સ્ટાર પૂનમ પાંડેનું નિધનની ચર્ચાએ જોર પકડયું છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂનમ સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. આ માહિતી કહેવામાં આવી રહ્યું છે કે પૂનમ સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી.
ADVERTISEMENT
Poonam ના મૃત્યુના સમાચાર પણ વિવાદ બની ગયા
32 વર્ષની ઉંમરે પૂનમ પાંડે ઈન્ડસ્ટ્રીની ચમકતી સ્ટાર બની ગઈ હતી. તે અવારનવાર કોઈને કોઈ વિવાદને કારણે હેડલાઈન્સમાં રહેતી હતી. હવે તેમના મૃત્યુના સમાચાર પણ વિવાદ બની ગયા છે. જો કે ગઇકાલે એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે ડ્રગ ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું છે પણ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તેના મેનેજરે અત્યાર સુધી માત્ર પૂનમના નિધનની પુષ્ટિ કરી છે.
પૂનમ પાંડેના મૃત્યુને લઈને ઘણા વણઉકેલ્યા પ્રશ્નો છે
-પહેલો પ્રશ્ન એ છે કે પૂનમ ચાર દિવસ પહેલા ગોવામાં ઈવેન્ટમાં પહોંચી હતી. તેણે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ઈવેન્ટમાં અભિનેત્રીને જોઈને સ્પષ્ટ નથી થતું કે તે સર્વાઈકલ કેન્સર જેવી કોઈ મોટી બીમારીથી પીડિત છે. જો તે કેન્સરના છેલ્લા સ્ટેજમાં હતી અને તેની સારવાર ચાલી રહી હતી, તો તે ચાર દિવસ પહેલા આ કાર્યક્રમમાં કેવી રીતે હાજરી આપી શકે?
-બીજો પ્રશ્ન એ છે કે શું પૂનમ વર્લ્ડ કેન્સર ડે માટે પ્રચાર કરી રહી છે, જે 4 ફેબ્રુઆરીએ છે. વિશ્વ કેન્સર દિવસના બે દિવસ પહેલા પૂનમના મૃત્યુના સમાચાર પણ આ અભિયાન તરફ ઈશારો કરી રહ્યા છે.
-નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં તેમણે સર્વાઇકલ કેન્સરની મફત રસી આપવાની જાહેરાત કરી હતી. બજેટ પછી જ પૂનમના મૃત્યુના સમાચાર આવ્યા, આ માત્ર સંયોગ છે કે પબ્લિસિટી સ્ટંટ?
-ચોથો સવાલ એ છે કે જો એક્ટ્રેસ ખરેખર સર્વાઈકલ કેન્સરથી પીડિત હતી તો કોઈને તેની ખબર કેમ ન પડી. શા માટે કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્યએ ક્યારેય તેની બીમારીનો ઉલ્લેખ કર્યો નથી?
ફેશન અને ફિલ્મ ક્રિટિક ઉમૈર સંધુનું ટ્વિટ વાયરલ
ઉમૈર સંધુએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘પૂનમ પાંડેના કઝિન સાથે હમણાં જ વાત કરી, તે જીવિત છે અને તેના મૃત્યુના સમાચારનો આનંદ માણી રહી છે. પૂનમે પબ્લિસિટી સ્ટંટ કર્યો છે.’ ઉમૈર સંધુના આ ટ્વિટથી લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે.
ADVERTISEMENT