Surat Diamond Bourse: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે તેને મુંબઈથી ગુજરાતમાં શિફ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. શરદ પવારે શનિવારે જણાવ્યું હતું કે, પહેલા હીરાનો વેપાર મુંબઈના બાંદ્રાના કુર્લા કોમ્પ્લેક્સમાં થતો હતો, હવે તેને અહીંથી ગુજરાતના સુરતમાં ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
…દેશ વિશે વિચારવાની ક્ષમતા નથીઃ શરદ પવાર
શરદ પવારે શનિવારે મહારાષ્ટ્રના રાયગઢમાં પાર્ટીની સ્વાભિમાન સભાને સંબોધતા કહ્યું હતું કે, આજે જેઓ સત્તામાં છે તેમનામાં દેશ વિશે વિચારવાની ક્ષમતા નથી. વડાપ્રધાન સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર (Surat Diamond Bourse)નું ઉદ્ઘાટન કરશે. અગાઉ હીરાનો વેપાર મુંબઈના બાંદ્રા ખાતે આવેલા કુર્લા કોમ્પ્લેક્સમાં થતો હતો, પરંતુ તેને અહીંથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યું હતું. આ માર્કેટને કારણે લાખો લોકોને રોજગારી મળી છે. જો હીરાનો વેપાર સુરતમાં જશે તો સ્થાનિક લોકો તેમની નોકરી ગુમાવશે.
‘સ્થાનિક લોકો ગુમાવશે નોકરી’
NCP ચીફ શરદ પવારે દાવો કર્યો હતો કે, જ્યારથી હીરા વેપાર કેન્દ્ર સુરતમાં શિફ્ટ થયું છે, ત્યારથી મુંબઈમાં લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. શરદ પવારે કહ્યું કે, હીરાના વેપારના કારણે લાખો લોકોને રોજગારી મળી છે. જો હીરાનો વેપાર સુરતમાં જશે તો સ્થાનિક લોકો તેમની નોકરી ગુમાવશે. પવારે એવો પણ દાવો કર્યો હતો કે, નૈના પ્રોજેક્ટ (નવી મુંબઈ એરપોર્ટ ઈમ્પેક્ટ નોટિફાઈડ એરિયા) નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી પ્રભાવિત વિસ્તારમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ખેતીની સાથે ખેડૂતોના રોજગારના સાધનો પણ છીનવાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટને કારણે ખેતીની સાથે ખેડૂતો રોજગારીના સાધનો પણ ગુમાવી રહ્યાં છે.
સુરત ડાયમંડ બુર્સની એક ઝલક
– 67000 લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે, આવ-જા કરી શકે એટલી ક્ષમતા
– હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, એન્ટ્રીગેટ પર કાર સ્કેનર્સ
– 67 લાખ સ્કવેર ફુટ બાંધકામ અને ૪૫૦૦ થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
– બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ અને કંટ્રોલ કરવા માટે બિલ્ડીંગ મેનેજમેન્ટ
સિસ્ટમ (BMS)
– 300 સ્કવેર ફુટથી 1,00,000 સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો
– દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”ની લંબાઈ 1407 ફુટ અને પહોળાઈ ઓછામાં ઓછી 24 ફુટ
– ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા
– સ્પાઈનમાં 4 અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
– દરેક ઓફિસમાંથી ગાર્ડન વ્યુ
– સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ
– ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
– સંપુર્ણ એલિવેશન: ચારે બાજુથી ગ્રેનાઈટ અને કાચથી કવર
– ફલોર હાઈટ: ગ્રાઉન્ડ ફલોર-21 ફુટ, ઓફિસ-13 ફુટ
– મેઈન સેરમેનીયલ એન્ટ્રીની હાઈટ: 229 ફુટ
– ઈલેકટ્રીકલ સિસ્ટમમાં કેબલના સ્થાને BBT (બઝ બાર ટ્રંકિંગ)નો ઉપયોગ
– યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
– સેન્ટ્રલાઈઝ કુલિંગ સિસ્ટમ (ચીલર અને કુલીંગ ટાવર)
– પ્રત્યેક બે ટાવર વચ્ચે 6000 સ્કવેર મીટર (3 વિઘા) જેટલું ગાર્ડન: સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
– દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
– એક્સેસ કંટ્રોલ સિસ્ટમ – ટચ લેસ અને કાર્ડ લેસ
– 54,000 મેટ્રીક ટન લોખંડના સળીયાનો ઉપયોગ
– 5 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ
– 11.25 લાખ સ્કવેર ફુટ એલિવેશન ગ્લાસ
– 12 લાખ રનીંગ મીટર, ઈલેકટ્રીકલ અને આઈ.ટી ફાઈબર વાયર, 5.50 લાખ રનીંગ મીટર HVAC, ફાયર ફાઈટીંગ અને પ્લમ્બિંગ પાઈપ
– 5 એન્ટ્રી, 5 એક્ઝીટ અને 7 પેડેસ્ટ્રીયન ગેટ
ADVERTISEMENT