Mp Cabinet Expansion:મધ્યપ્રદેશમાં મોહન યાદવના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં 28 ધારાસભ્યોને સોમવારે મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા. આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતીય સમીકરણ સાધવાનું કામ કરવામાં આવ્યું છે. શપથ લેનારા મંત્રીઓમાંથી 12 ઓબીસી કેટેગરીના છે, જ્યારે 7 જનરલ કેટેગરીના, પાંચ એસટી કેટેગરીના અને 4 એસસી કેટેગરીના છે. મોહન યાદવ પોતે ઓબીસી કેટેગરીમાંથી આવે છે, જેનાથી નવી સરકારમાં ઓબીસી નેતાઓની સંખ્યા 13 થઈ ગઈ છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા બ્રાહ્મણ છે અને જગદીશ દેવરા એસટી કેટેગરીમાં આવે છે.
ADVERTISEMENT
કેબિનેટમાં સિંધિયાનો દબદબો
આ વખતની કેબિનેટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો દબદબો જોવા મળ્યો છે. આ કારણે જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના એડેલસિંહ કસાણા, ગોવિંદ રાજપૂત, પ્રદ્યુમન સિંહ તોમર અને તુલસીરામ સિલાવતને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.આ બધા 2020માં કોંગ્રેસ છોડીને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ભાજપમાં જોડાયા હતા. તેમાંથી પ્રદ્યુમન સિંહ તોમર અને તુલસી સિલાવત પણ અગાઉની શિવરાજ સિંહ ચૌહાણની આગેવાનીવાળી સરકારમાં મંત્રી હતા. આ વખતે 17 નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
આ ધારાસભ્યોને બનાવાયા કેબિનેટ મંત્રી
1. પ્રદ્યુમ્ન સિંહ તોમર
2. તુલસી સિલાવત
3. એડેલ સિંહ કસાણા
4. નારાયણ સિંહ કુશવાહા
5. વિજય શાહ
6. રાકેશ સિંહ
7. પ્રહલાદ પટેલ
8. કૈલાશ વિજયવર્ગીય
9. કરણસિંહ વર્મા
10. સંપતિયા ઉઇકે
11. ઉદય પ્રતાપ સિંહ
12. નિર્મલા ભુરીયા
13.વિશ્વાસ સારંગ
14. ગોવિંદસિંહ રાજપૂત
15.ઇન્દરસિંહ પરમાર
16.નગરસિંહ ચૌહાણ
17.ચૈતન્ય કશ્યપ
18.રાકેશ શુક્લા
આ ધારાસભ્યોને બનાવાયા રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
19. કૃષ્ણ ગૌર
20. ધર્મેન્દ્ર લોધી
21. દિલીપ જયસ્વાલ
22. ગૌતમ ટેટવાલ
23. લખન પટેલ
24. નારાયણ પવાર
આ ધારાસભ્યોને રાજ્યકક્ષાનું મંત્રીનું મળ્યું પદ
25. રાધા સિંહ
26. પ્રતિમા બાગરી
27. દિલીપ અહિરવાર
28. નરેન્દ્ર શિવાજી પટેલ
શિવરાજ સિંહના કેબિનેટના ઘણા ચહેરાને ન મળ્યું સ્થાન
આ વખતે શિવરાજ સરકારમાં મંત્રી રહેલા ઘણા મોટા ચહેરાઓને મોહન યાદવ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેમાં શિવરાજસિંહની સરકારમાં પ્રભાવશાળી મંત્રી રહેલા ભૂપેન્દ્ર સિંહ, ગોપાલ ભાર્ગવ, બ્રિજેન્દ્ર સિંહ યાદવ, ઓમપ્રકાશ સકલેચા, બિસાહુલાલ સિંહ, મીના સિંહ, હરદીપ સિંહ ડાંગ અને ઉષા ઠાકુર જેવા નામ સામેલ છે. આ વખતે સિંધિયાની નજીકના ડૉ. પ્રભુરામ ચૌધરીને પણ કેબિનેટમાંથી બહાર રાખવામાં આવ્યા છે. હવે તેની પાછળ ઘણા કારણો હોવાનું માનવામાં આવે છે. દરેક નેતાને લઈને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT