નવી દિલ્હી : કટિહારના બારસોઇ વિસ્તારમાં અનિયમિત વિજળીના વિરોધમાં પ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે એસપી જીતેન્દ્ર કુમારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ઘર્ષણમાં જે બે યુવકો ખુર્શીદ અને સોનુ સાવનું મોત થયુ હતું તે પોલીસની ગોળી નથી. દુર્ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરા શોધ્યા બાદ નવા તથ્યો સામે આવ્યા છે.
ADVERTISEMENT
પોલીસની ગોળીથી નથી થયું મોત
એસપી જિતેન્દ્ર કુમારે કહ્યું કે, મૃતકની બોડી જ્યાં મળી અને પોલીસ કર્મચારી જ્યાં હતો ત્યાંથી આ નામુમકીન છે કે પોલીસની ગોળી લાગવાના કારણે બંન્નેના મોત થઇ ચુક્યા છે. જ્યારે સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક યુવક પિસ્તોલ લઇને આવે છે અને બંન્ને મૃતકને ગોળી મારીને ભાગી જાય છે. તેમણે કહ્યું કે, ફુટેજના આધારે આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. જેણે ફાયરિંગ કર્યું છે, તેની તસ્વીર સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ મામલે બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક વિજળી વિભાગ અને એક પોલીસ કર્મચારી તરફથી નોંધવામાં આવી છે.
પોસ્ટમોર્ટમમાં ગોળી વાગવાથી મોતની પૃષ્ટી
જો કે તે વાતની પૃષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થઇ ચુકી છે કે બંન્નેના મોત ગોળી લાગવાના કારણે થઇ છે. બુધવારે મોડી રાત્રે થયેલા પોસ્ટમોર્ટમ દરમિયાન સોનુના માથામાં અટકેલી ગોળી કાઢી હતી. ગોળીનો આકાર જોઇને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ 9 એમએમની છે, જે સંભવત કોઇ પિસ્ટલથી ચલાવવામાં આવી. પોલીસે કહ્યું કે ગોળીને એફએસએલની તપાસ માટે મોકલવામાં આવશે. મૃતક સોનુ કુમાર સાહનું પોસ્ટમોર્ટમ રાત્રે 1.30 વાગ્યે કરવામાં આવ્યું.
પોસ્ટમોર્ટમમાં ગોળીથી મોત થયાનું સામે આવ્યું
ખુર્શીદ આલમના શબનું પોસ્ટમોર્ટમ 2.30 વાગ્યે થયું. પોસ્ટમોર્ટમ ત્રણ સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવ્યું. સોનુના શબનું પોસ્ટમોર્ટમ પહેલા એક્સ રે કરાવવામાં આવ્યો. એક્સ રેમાં મૃતકના માથાની અંદર 9 એમએમની ગોળી ફસાયેલી હોવાની માહિતી મળી.
બે સભ્યોની તપાસ ટીમની રચના
આ મામલે જિલ્લા સ્તરીય બે સભ્યોની તપાસ ટીમની રચના ગુરૂવારે કરવામાં આવી. ડીએમ રવિ પ્રકાશ અને એસપી જિતેન્દ્ર કુમારના સંયુક્ત આદેશ પર એડીએમ અને એસડીપીઓ મુખ્યમથકને તેની જવાબદારી સોંપવામાં આવી છે. બંન્ને અધિકારીઓએ એક અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે. એક અઠવાડીયાની અંદર બંન્ને અધિકારીઓને સમગ્ર ઘટનાક્રમની તપાસ કર્યા બાદ દરેક પોઇન્ટની માહિતી પોતાના રિપોર્ટમાં સોંપશે. આ કમિટીનું મોનિટરિંગ ડીએમ-એસપી પોતે કરશે. ડીએમ રવિ પ્રકાશે કહ્યું કે, ટીમના દરરોજના ક્રમમાં લોકોને વિજળી કાર્યાલયમાં તોડફોડ તથા પથ્થરમારા બાદ ઉચ્ચ તંત્ર તથા પોલીસ પદાધિકારીઓને બંધક બનાવ્યા હતા.
ADVERTISEMENT