Salman Khan Firing Case: લોરેન્સ બિશ્નોઈ... પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન જ પોતાની ગેંગ શરૂ કરનાર એક કુખ્યાત ગેંગસ્ટર. જેનો સિક્કો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ચાલ્યો. જે જેલના સળિયાની પાછળ રહીને પણ પોતાના પ્લાનને અંજામ આપી રહ્યો છે. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુશ્કેલીઓ વધતી હવે જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર પોલીસે લોરેન્સ બિશ્નોઈને લઈને એક એવું પગલું ભર્યું છે, જેનાથી તેની ઊંડી જશે. આ કેસ બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે સંબંધિત છે. વાસ્તવમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મામલે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ મકોકા (MCOCA) લગાવી દીધો છે.
ADVERTISEMENT
અનમોલ બિશ્નોઈ કરાવ્યું હતું ફાયરિંગ
સલમાન ખાનના ઘરે થયેલી ફાયરિંગ કેસમાં લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈનું નામ મુખ્ય કાવતરાખોર તરીકે સામે આવ્યું છે. અનમોલ બિશ્નોઈ હાલમાં ભારતની બહાર છે અને વિદેશમાં બેસીને તેણે સલમાનના ઘરે ફાયરિંગનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું. જેનો ઉદ્દેશ્ય સલમાનના દિલમાં લોરેન્સ બિશ્નોઈના નામથી ડર પેદા કરવાનો હતો. શૂટર્સને સલમાનના ઘરે ગોળીઓથી ભરેલા બે મેગેઝીન ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે બંને શૂટર પોલીસની કસ્ટડીમાં છે તો ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગ પર સકંજો કસ્યો છે.
આ પણ વાંચો: ફાયરિંગ બાદ અચાનક દુબઈ શા માટે ગયા હતા Salman Khan? સામે આવ્યું કારણ
લોરેન્સની MCOCA હેઠળ થશે તપાસ
મહારાષ્ટ્ર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈ અને અનમોલનું નામ આ કેસમાં વોન્ટેડ તરીકે સામેલ છે. શુક્રવારે અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે તે ટૂંક સમયમાં પૂછપરછ માટે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માંગી શકે છે. આ સાથે આ કેસમાં MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) લાગુ કરવામાં આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.
આ પણ વાંચોઃ Salman Khan ની કુંડળીમાં બેઠા છે રાહુ-શનિ, જ્યોતિષે કરી ભવિષ્યવાણી, જણાવ્યું કેવો રહેશે આવનારો સમય?
શું છે MCOCA?
અંડરવર્લ્ડની કમર તોડવાના હેતુથી મહારાષ્ટ્ર સરકારે 1999માં મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) લાવી હતી. આ કાયદાનો હેતુ આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાનો હતો, જે સંપૂર્ણ પ્લાનિંગ સાથે ગેંગ બનાવીને આચરવામાં આવતા હતા. મકોકાની સૌથી મહત્વની વાત એ છે કે જો આ કાયદા હેઠળ કોઈ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવે તો કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આરોપીને જામીન મળી શકે નહીં. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેણે જેલના સળિયા પાછળ રહેવું પડશે. હાલમાં આ કાયદો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં લાગુ છે.
ADVERTISEMENT