Prithvi Shaw & Sapna Gill Case: ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલ વિવાદ ખુબ જ ચગ્યો હતો. આ મામલે સોમવારે મુંબઇ પોલીસે એક સ્થાનિક કોર્ટને જણાવ્યું કે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલનો આ આરોપ ખોટો અને નિરાધાર છે કે ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉએ મુંબઇના ઉપનગરીય અંધેરી વિસ્તારમાં એક પબમાં તેમની સાથે છેડછાડ કરી હતી. સોમવાર જાંચ અધિકારી આ મામલે સુનાવણી કરી રહેલા મેજીસ્ટ્રેટ સમક્ષ રજ થયા અને આ અંગે રિપોર્ટ સોંપ્યો હતો. પોલીસે રિપોર્ટ સોંપ્યા બાદ ગિલના વકીલ અલી કાશિફ ખાને કોર્ટને અપીલ કરી કે, તેમને કથિત વિવાદનો વીડિયો ફુટેજ રજુ કરવાની પરવાનગી આપવામાં આવે. જેમાં ગિલના મિત્રોએ પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો હતો, જે મીડિયામાં પણ વાયરલ થયો હતો.
ADVERTISEMENT
આ ઉપરાંત પબની બહાર થયેલી ઘટનાના સીસીટીવી ફુટેજ પણ માંગ્યા છે. કોર્ટે પોલીસને સમગ્ર ઘટનાના ફુટેજ સોંપવા કહ્યું અને આ મામલે સુનાવણી 28 જુન સુધી સ્થગિત કરી દીધી હતી. ગિલે અંધેરીમાં એક મેજિસ્ટ્રેટ કોર્ટની સમક્ષ એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં શો અને તેના મિત્ર આશીષ યાદવની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354 (કોઇ મહિલાના શિલ ભંગના ઇરાદે તેના પર ગુનાહિત બળપ્રયોગ) 509 (મહિલાના શિલભંગના ઇરાદે ઇશારો) 324 (જાણવા છતા પણ ખતરનાક હથિયારો અથવા તેવા સાધનોથી ઇજા પહોંચાડવી) હેઠળ ફરિયાદ દાખલ કરવા માટેની અપીલ કરી હતી. ગિલનો આરોપ છે કે, શો અને આશીષે ફેબ્રુઆરીમાં તેના પર બેટથી હુમલો કર્યો હતો.
કોર્ટમાં પોલીસે જણાવ્યું કે, પબના સીસીટીવી ફુટેજની તપાસ પરથી સામે આવ્યું કે, ગિલ અને તેના મિત્રો શોબિત ઠાકુર નશામાં નાચી રહ્યા હતા. પોલીસ અનુસાર ઠાકુર પોતાના મોબાઇલ ફોનથી શોનું રેકોર્ડિંગ કરવા માંગતો હતો જો કે ક્રિકેટરે તેને વીડિયો બનાવતા અટકાવ્યો હતો. પોલીસે કહ્યું કે,ફુટેજ જોતા એવું નથી લાગતું કે, શો અને અન્ય લોકોએ ગિલની સાથે કોઇ પણ પ્રકારની છેડછાડનો પ્રયાસ કર્યો. પોલીસે કહ્યું કે, પબમાં હાજર સાક્ષીઓના નિવેદનો પણ લેવાયા છે. જ્યાં કથિત ઘટના બની છે ત્યાં કોઇપણ સાક્ષી ગિલને દોષીત નથી ઠેરવતા.
પોલીસે કહ્યું કે, એટીસી ટાવરની આસપાસના સીસીટીવી ફુટેજ ચેક કરતા લાગી રહ્યું છે કે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગિલ હાથમાં બેઝ બોલનું બેટ લઇને શોની ગાડીનો પીછો કરી રહી હતી. પોલીસે કોર્ટમાં જણાવ્યું કે, સીસીટીવી પરથી સ્પષ્ટ થાય છે કે, ગિલે જ શોની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. રિપોર્ટમાં જણાવાયું કે, પોલીસે સીઆઇએસએફના અધિકારીઓના પણ નિવેદન લીધા છે અને તેમણે પણ કહ્યું કે, ગિલ જેવો દાવો કરે છે તેવું કંઇ જ નથી. પોલીસે કહ્યું કે, ગિલની ફરિયાદ અનુસાર કરવામાં આવેલી તપાસ પરથી ખબર પડે છે કે, શો અને અન્યો વિરુદ્ધ લાગેલા આરોપો તદ્દન ખોટા છે.
ADVERTISEMENT