અમદાવાદ : ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદી પોતાના (Maulana Sajid Rashidi) પોતાના વિવાદિત નિવેદનોના કારણે અવાર નવાર ચર્ચામાં આવતા રહે છે. આ વખતે તેમણે ન માત્ર વિવાદિત નિવેદન આપ્યું પરંતુ ઝેર ઓક્યું છે. તેણે મહોમ્મદ ગઝનવીના વખાણ કરવાની સાથે સાથે સોમનાથ મંદિર (Somnath temple)પર ગંભીર આક્ષેપો કર્યા હતા. હિન્દુ આસ્થાના 12 જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગમાં ખોટા કામ થતા હોવાના આક્ષેપો કર્યા હતા. મૌલાના સાજિદ રશીદીએ કહ્યું કે, સોમનાથ મંદિરમાં ખોટા કામ થતા હતા. ત્યાંથી યુવતીઓ ગુમ થઇ જતી હતી. ગઝનવીએ સોમનાથ મંદિર તોડ્યું નહોતું પરંતુ તેમણે ત્યાં ચાલતા ખોટા કામ બંધ કરાવ્યા હતા.
ADVERTISEMENT
મૌલાનાએ એવું ઝેર ઓક્યું કે કરોડો લોકોની આસ્થાને થઇ શકે છે નુકસાન
મૌલાના સાજિદ રશીદીએ કહ્યું કે, ગજનવીને લોકો ખરાબ કહે છે. કહે છે કે, ગઝનવીએ સોમનાથનું મંદિર તોડ્યું છે. જ્યારે ઇતિહાસ એવો છે કે, ત્યાંના સ્થાનિક લોકોએ જ મંદિર અંગે ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ગઝનવીએ પોતાના જાસુસોને મંદિરમાં મોકલ્યા હતા. તે લોકોએ આ વાતની પૃષ્ટી કર્યા બાદ ગઝનવીએ હુમલો કર્યો હતો.
સોમનાથ મંદિરમાં ગઝનવીએ પોતાની CID મોકલી હતી
રશિદીએ કહ્યું કે, ગઝનવીને લોકોએ જણાવ્યું કે, સોમનાથ મંદિરમાંથી યુવતીઓ ગુમ થઇ જાય છે. તેમ છતા પણ ગઝનવીએ સમગ્ર ઘટનાની માહિતી મેળવવા માટે પોતાની CID મોકલી હતી. તેના ઉચ્ચ અધિકારીઓએ આવું બની રહ્યું હોવાની વાત કરી ત્યારે તેણે મંદિર પર ચઢાઇ કરી હતી. તેણે મંદિર તોડવાનું કામ નથી કર્યું. ત્યાં જે લોકો ખોટું કામ કરી રહ્યા હતા તેને ખતમ કરવાનું કામ કર્યું છે.
રામ મંદિર અંગે પણ કરી ચુક્યો છે બકવાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મૌલાના વારંવાર બકવાસ કરતા રહે છે. રામ મંદિર મુદ્દે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, અમારી આગામી પેઢીઓ રામ મંદિર તોડીને ત્યાં ફરી મસ્જીદ બનાવશે. મારુ પુત્ર, તેનો પુત્ર અને તેની આગામી પેઢીઓને જ્યારે ખબર પડશે કે અહીં મસ્જિદ તોડીને મંદિર બનાવવામાં આવ્યું ત્યારે તેઓ પણ ઇતિહાસને પુનરાવર્તિત કરશે.
ADVERTISEMENT