PMGKAY ફ્રી રાશન યોજના 7 વખત લંબાવવામાં આવી, જાણો કેટલો થયો ખર્ચ અને બજેટની જાહેરાત

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મોટી જાહેરાતો કરી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. મતલબ…

gujarattak
follow google news

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મોટી જાહેરાતો કરી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. મતલબ કે  એક વર્ષ માટે જરૂરિયાતમંદ પરિવારને  મફત અનાજ મળશે. આ યોજના હેઠળ વ્યક્તિ દીઠ 5 કિલો રાશન મફત આપવામાં આવે છે. ત્યારે આ યોજના અત્યાર સુધીમાં સાત વાર લંબાવવામાં આવી છે.

વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફતમાં આપતી આ યોજના એપ્રિલ 2020 માં કોરોના મહામારી દરમિયાન શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી આ યોજનાનો લાભ 7 તબક્કામાં આપવામાં આવ્યો છે. મતલબ કે આ યોજનાને 7 વખત લંબાવવામાં આવી છે. જ્યારે હવે તેને 1 ફેબ્રુઆરી 2023થી 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

જાણો કેટલો થયો ખર્ચ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળના ખર્ચ વિશે વાત કરીએ તો, પ્રથમ સાત તબક્કા પહેલા જ તેમાં 3.91 લાખ કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. બીજી તરફ વર્ષ 2023માં આ યોજના પરનો ખર્ચ 2 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે જો કુલ ખર્ચની વાત કરવામાં આવે તો  આ યોજના હેઠળ 5.91 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: કેવું હતું બ્લેક બજેટ? જાણો અત્યાર સુધીનો બજેટનો ઇતિહાસ

પેલીવાર 8 માસ માટે શરૂ કરવામાં આવી હતી
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના એપ્રિલ 2020 માં 8 મહિના માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના નવેમ્બર 2020 માં સમાપ્ત થવાની હતી. પરંતુ કોવિડની અસરને ધ્યાનમાં રાખીને, તેને મે 2021 થી માર્ચ 2022 સુધી એટલે કે 11 મહિના માટે લંબાવવામાં આવી હતી. આ પછી તેને ફરીથી 8 મહિના માટે લંબાવવામાં આવી. ત્યારબાદ આ યોજના એપ્રિલ 2022 થી સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી હતી. સાતમા તબક્કા દરમિયાન, તેને ઓક્ટોબર 2022 થી ડિસેમ્બર 2022 સુધી 3 મહિના માટે લંબાવવામાં આવી હતી. ત્યારે બજેટ દરમિયાન આ યોજનાને 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp